Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Vadodara’

છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોતી હતી એ આખરે મળી જ ગયું. અહી સિડનીમાં મારી પાસે પુસ્તકોની તંગી છે. માતૃભાષા ગુજરાતીની અહી વાત થાય છે … 🙂 અહિયા આવવાનું થયું ત્યારે મારી લાઈબ્રેરીમાંથી ઘણા પુસ્તકો લાવવાની ભાવના હતી પરતું ચાલતી પરંપરાને કોણ રોકી શકે.. લાચાર એવી હું પણ એમાંથી બાકાત ના રહી શકી અને ણા છુટકે અથાણા, છુંદા, પાપડ અને નાસ્તા જ લાવવા પડ્યા. હવે તો શિપિંગ કરાવીશ ત્યારે જ મારા પુસ્તકો મને મળશે ત્યાર સુધી આ રીતે ઓનલાઈન ચલાવવું રહ્યું. ઓનલાઈન ખાસ મજા નથી આવતી પણ ના કરતા કાના મામા સારા. ..બહુ સારા. શ્રી અરવિંદ નિવાસ , વડોદરા “અર્પણ” નામનું મેગેઝીન પકાશિત કરે છે. દર મહિને પ્રકાશિત થતા આ મેગેઝીનમાં આધ્યામિક વિકાસ તેમજ જીવન જીવવા માટે ઉપયોગી એવી ઘણી સરસ વાતો, પ્રસંગો , માતાજી સાથે થયેલ સવાલ-જવાબ, સાવિત્રીની કેટલીક કંડિકાઓ સાંકળવામાં આવે છે. ઓનલાઈન મેગેઝીન માટે શ્રી અરવિંદ આશ્રમનો દિલથી આભાર. નીચેની લિંક પર ક્લીક કરવાથી આ પત્રિકાને વાંચી શકો.

http://beta.sriaurobindoashram.org.in/php/SriAurobindoAshram/-09%20E-Library/-05%20Magazines/Arpan%20(Gujarati)/2013/-04_April/

 

Advertisements

Read Full Post »


ગાંધી જયંતિના શુભ દિવસે સંસ્કારી નગરી વડોદરાના આશરે 8000 વિધાર્થીઓએ ભેગા મળીને 4.2 કિલોમીટર લાંબા કેનવાસ પર પેઇન્ટ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. 11 રેકોર્ડને તોડીને આ વિધાર્થીઓએ વડોદરા જેવી મહાનગરીનુ માથુ ગર્વથી ઉંચુ કરી દીધુ.

આ પેઇન્ટિંગનો મુખ્ય સંદેશો ટ્રાફિક અંગેની સતર્કતા તેમજ રોડ મેનર હતો. આટલુ લાંબુ પેઇન્ટ કરીને રેકોર્ડ તો બનાવી દીધો પરંતુ વડોદરાને રેકોર્ડની નહી, રોડની જરુર છે. ટ્રાફિક અંગેનો સંદેશો વડોદરાની જનતા સુધી પહોચાડવા માટે આટલુ લાંબુ પેઇન્ટ કર્યુ પણ એ પહેલા રોડની હાલત તો જુવો ?? બાલુભાઇને કહો રેકોર્ડ તો બહુ કર્યા, હવે રોડનુ કાઇ કરો. ગરબા બહુ રમ્યા, હવે ગટર બનાવો. એક અઠવાડિયા પહેલા જ વડોદરાથી સિડની આવી. 2 વર્ષ પછી સિડનીથી જયારે વડોદરા જવા નીકળી ત્યારે હતુ કે “મારુ વડોદરુ” હવે સુધરી ગયુ હશે. કહેવાનો મતલબ હવે તેની સ્થિતી પહેલા જેવી નહી હોય. પરંતુ ત્યા પહોચ્યા બાદ ખબર પડી કે હજી કોઇ સુધારો નથી.

મેયર પદે ચુંટાયા બાદ, શરુઆતમા સૌ પોતાનો ઉત્સાહ બતાવી દે છે. આવા સમયે દિવસ હોય,રાત હોય કે મધરાત…. કાઇ જોતા નથી. ત્યારે ડ્રેનેજમા ઉતરીને તંત્રને સરમાવી દે તેવા કામ પણ તેઓ કરી જાણે છે. સમય જતા આ બધુ વિસરતુ જાય છે. ખબર નહી ક્યા ખોવાય જાય છે એ ઉત્સાહ અને એ ભાવના?? વી.એમ.સી. એ જ બહાર પાડેલો આ રીવ્યુ વાંચવા જેવો છે –“Development Of  A Perspective and A Vision of the city”.

મિડીયા પણ આ બાબતમા પક્ષપાત કરતી હોય તેમ લાગી રહ્યુ છે. આવા કોઇ રેકોર્ડ હોય કે મેયરની આ રીતેની કામગીરી ત્યારે બીજે જ દિવસે છપાઇ જાય છે. પરંતુ આવા સમયે વધારે મહત્વ કોણે આપવુ તે જોવા માટે તેઓને અંધાપો આવી જાય છે. જોકે હવે પહેલા જેવા બહાદુર પત્રકારો પણ ક્યા રહ્યા છે ?? આજકાલના પત્રકારો અપંગ બની ગયા હોય તેવુ નથી લાગતુ ?? આવામા જો કોઇ આગળ આવવા જાય કે અવાજ ઉઠાવવા જાય તો તેના પ્રત્યોત્તરમા તેમને મળે છે – ધાકધમકીઓ !! બધે કાગડા કાળા જ છે. ખોટા અને લુચ્ચાઓની દુનિયામા હવે પબ્લિકને એડજસ્ટ થતા આવડી ગયુ છે/ફાવી ગયુ છે. આટલા લોકોને પેઇન્ટના આ રેકોર્ડમા જોઇન થતા આવડ્યુ પણ કોઇને તંત્ર સામે બોલતા કેમ નથી આવડતુ..??? (કદાચ ગુજરાતીમા બોલતા નહી આવડતુ હોય કા’તો તંત્રને ગુજરાતી સમજતા નહી આવડતુ હોય…બેમાથી એક હોઇ શકે) કે નથી રેલી કાઢતા આવડતુ. ઓફિસિયલ આંકડો કહે છે કે વર્ષે 400 બાળકો રોડ એકસિડન્ટમા મૃત્યુ પામે છે. એ જ બાળકો અને વિધાર્થીઓ પાસે રોડના પાઠ લોકો સુધી પહોચાડ્વાનો પ્રયત્ન કરવામા આવ્યો. આ કેટલુ વ્યાજબી ???

વેલ એક બરોડિયન હોવાથી આ ગુસ્સો હોવાનો જ ?? હોપ વડોદરાવાસીઓ આ વાતને સમજી શકે.

Read Full Post »