Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Happy Birthday’

Papaઆજે 14મી જુન, મારા પપ્પાનો જન્મદિવસ. સવારે ઉઠીને પહેલા પપ્પાને ફોન જોડ્યો, ત્યાના સમય મુજબ હજી તે સુતા હતા તેથી એક કલાક બાદ ફરીથી ફોન દ્વારા તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. જન્મદિવસનો ઉત્સાહ કઇક અનેરો જ હોય છે, પરંતુ મારા પપ્પા માટે નહી !! તે હંમેશા કહે કે જીવનનુ એક વર્ષ ઓછુ કરે એવા આ દિવસને હુ કઇ રીતે ધામધામ ધૂમથી ઉજવુ? હજી સુધી તેમનુ આ ગણિત મારા મગજની બહાર છે. તેમને ના તો કેક જોઇએ કે ન તો કોઇ પ્રકારની ગિફટ. આ બધાથી તે કાયમ દૂર જ રહે. જે દિવસને હુ વર્ષનો સૌથી મહત્વનો દિવસ માનુ એ જ દિવસને પપ્પા…….???? જ્યારથી આ સમજણ મળી ત્યારથી હુ તેમને કાયમ સાદાયથી જ મુબારક પાઠવુ. આજે પણ એ જ રીતે તેમને શુભેચ્છા પાઠવી. આને કદાચ બીજી રીત કહી શકાય. જે શબ્દોમા નથી કહી શકાતુ તે આ રીતે શબ્દદેહે જ સહી….. આમ નહી તો હુ પપ્પાનો જન્મદિવસ આ રીતે ઉજવીશ !

મને કાયમ સવાલ રહેતો કે મારા ઘરમા સાહિત્યપ્રેમી કોઇ નથી તો મારામા કેવી રીતે ઉતરી આવ્યુ ?? ખબર પડી કે પપ્પાને પણ મારી જેમ જ હતા પરંતુ સમયે સાથ ન આપતા તેમને બધુ જ માળીયે મુકી દીધુ. મને તે કાયમ કહે કે બેટા એક ચોક્કસ સમય હોય છે જેમા તમારે તમારુ મનગમતુ કામ કરી લેવુ …. ફરી ફરીથી એ સમય પાછો નથી આવતો. તેમને ધાર્યુ હોત તો આજે એમની મનગમતી પ્રવૃતિમા મશગુલ રહી શક્યા હોત પરંતુ …?? આવી કળા કે આવડત કે શોખ સાચા અર્થમા “ગોડ ગિફટેડ” હોય છે. મને કાયમ લાગ્યા કર્યુ છે કે મારી પાસે જે કાઇ છે એ “પપ્પા ગીફટેડ” છે. મને જે કાઇ મળ્યુ છે તે મારા પપ્પા તરફથી. “મા” નુ સ્થાન જીવનમા આગવુ હોય જ છે પરંતુ “પપ્પા” એ મારા અસ્તિત્વનુ જવાબદાર વ્યક્તિત્વ છે. મને યાદ નથી કે પપ્પા મારી સામે કદી ઉંચા અવાજે બોલ્યા હોય કે મને ક્યારેય ધમકાવી હોય !! તેમનો હક બનવા છતા આ હકનો ઉપયોગ તેમને ક્યારેય કર્યો નથી. મારા દરેક હુકમ અને મારી એકે એક જીદનો ક્યારેય વિરોધ તેમને નથી કર્યો. પોતાનો વિચાર તેમને ક્યારેય નથી કર્યો, કાયમ બીજા માટે જીવનારા મારા પપ્પા …..સાચા અર્થમા મારુ ઘડતર છે.

જીવનમા આવતી દરેક પરિસ્થિતિનો સામનો સામી છાતીએ કરવો, આવી પડેલ કોઇ મુશ્કેલીથી ડરીને ક્યારેય પીછે હઠ નહી કરવી, આ શીખવનાર “મારા પપ્પા”. તેમનો સ્વભાવ બીલકુલ શાંત, જ્યા બોલવા જેવુ હોય ત્યા પણ તે ચૂપ રહેવામા જ માને. પોતાની વેદના બીજા સમજે કે ન સમજે પરંતુ સામેવાળા અજાણતા પણ દુખી ન થાય તેનુ તે હંમેશા ધ્યાન રાખે. સાદગી અને સરળતાભર્યા જીવનમા કેવી મજા રહેલી છે તેના સાચા પાઠ મે પપ્પા પાસેથી શિખ્યા. અમારા પરિવારના આ “બાગબાન” 47 વર્ષથી બીજા માટે જીવતા આવ્યા છે. 23 વર્ષની ઉંમરથી આખા પરિવારની જવાબદારી તેમને ઉઠાવી છે, આજ સુધી તે ક્યારેય પોતાની જવાબદારીમાથી ચુકયા નથી.

બહારથી વ્રુક્ષની જેમ કઠોર દેખાતા પપ્પાની અંદર રહેલી ભિનાશને હુ અનુભવી શકુ છુ. અમુક ઉંમર પછી “બાપ અને દિકરી” મા કોઇક જાતનુ અંતર આવી જતુ હોય છે….આવુ લોકો કહે છે. સાચુ પણ છે. પરંતુ આ અંતર જેટલુ વધારે તેટલી નજદીકયા વધારે….! આજના આ શુભ અવસરે આ જ મારી અમુલ્ય ગીફટ ! આ સિવાય પપ્પાને નજીકના ભવિષ્યમા મળવાનો ઉત્સાહ…….@@

HAPPY BIRTHDAY PAPA ….!! Many Many Returns Of Day !

Miss u a lot…Love u !

Advertisements

Read Full Post »