Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Gujarat’

આઠ વરસના અનિલની કહાણી એથીયે કરુણ છે. અમદાવાદથી રજાઓમાં એ પોતાને ગામ રત્નાલ દસ મહિના પહેલાં આવેલો, ત્યારે છેલ્લો માબાપને મળેલો. એના બાપા વાઘજી મનસુખલાલ ભુજ પાસેના એ ગામમાં દરજીનો ધંધો કરતા.છોકરાનું બણતર સુધેરે તે માતે તેમણે અનિલને અમદાવાદ પોતાના ભાઇને ધેર રાખેલો. શહેરની નિશાળની માસિક ફીના 200રૂ. એ મોકલતો હતો. પણ અવારનવાર દીકરાને મળવા અમદાવાદ જવા જેટલું ગાડીભાડું ખરચવાની એમની ત્રેવડ નહોતી, એટલે અનિલ પણ ત્રણ વરસમાં ફક્ત બે વાર સૌને મળવા ઘેર આવી શકેલો. ધરતીકંપ પછી બે દિવસે રત્નાલના એક પાડોશીનો સંદેશો અમદાવાદ આવેલો કે અનિલનાં માબાપ તથા દસ વરસનો ભાઇ જોગેશ ખતમ થઇ ગયાં છે. ત્રણેક વરસનો એકલો જિગર ઇજાઓ પામવા છતાં બચી ગયો છે. અનિલના કાકા રાજુભાઇ કહે છે કે, “સંદેશો મળ્યો ત્યારથી એ છોકરો સૂનમૂન બનીને આકાશમાં તાકી રહે છે ને રડતાં થાકતો નથી.”

ત્યારે દૂર દૂરના રત્નાલનાં નાનો જિગર વાચા ગુમાવી બેઠો છે. ધરતીકંપ થયો ત્યારે તેની માતા મંજુલાબહેન લારીવાળા પાસે શાક લેવા ઘરની બહાર નીકળતાં હતાં – અને આંખના પલકારામાં મકાન જમીનદોસ્ત થયું. તેને બચાવવા દોટ મૂકનાર પતિ પણ દટાઇ ગયા. સડકની સામી બાજુ વાઘજીના બીજી એક ભાઇ ખેતરમાં કળશિયે જવા નીકળેલા હતા.. ધણધણાટી સાંભળીને એમને લાગ્યું કે હમણાં નવી નખાયેલી બ્રોડગેજ લાઇનનું ઉદઘાટન કરનારી પ્રથમ રેલગાડી આવી રહી હશે. પાછું વળીને જોયું તો ધૂળના ગોટેગોટા ચડ્યાં હતા, ને એમણે હડી કાઢી. સિમેંટના બે મોટા સ્લેબ વચ્ચે જિગરને ફસાયેલો તેમને જોયો. એના પેટ પર મોટો ઘા પડયો હતો ને એ શ્વાસ લેવા ફાંફા મારતો હતો. ભંગાર હેઠળથી એને જ્યારે કાઢી શકાયો ત્યારે ખ્યાલ આવ્યો કે બાકીનું  કુટુંબ ખતમ થઇ ગયું છે. કાકા કહે છે, “બસ, ત્યારથી જિગર બોલતો સમૂળગો બ્ંધ થઇ ગયો છે. એ રડી પણ શકતો નથી.”

  • સૌતિક બિશ્વાસ
Advertisements

Read Full Post »

ભચાઉ ગામમાં જેનાબહેનના હૈયામાં પણ એ જ વિચારના પડઘા પડતા હોય છે. જેમનાં માબાપને ભૂકંપ ભરખી ગયો છે એવા પોતાનાં ભત્રીજા ને બે ભત્રીજીની સંભાળ અત્યારે તો એ રાખે છે. લશ્કરનાં સૈનિકોએ બાંધી આપેલા પ્રમાણમાં સાફસૂથરા તંબૂમાં એમને રહેઠાણ મળી ગયું છે તે માટે કિસ્મતનો પાસ માને છે. જ્યારે બીજાં કેટલાય તો પોતાના અંધાધૂંધ ગામની ગેમેક્સીન ને ગંડવાડથી ગંધાતી, પાણીની ખાલી કોથળીઓથી છવાયેલી શેરીઓમાં બાવરાં બનીને આથડે છે અને જે કાંઇ રાહત-સામગ્રી મણે તેની ઝૂંટાઝૂંટ કરે છે, પણ આ તંબૂમાંથી નીકળીને કોઇક  નિવાસમાં જેનાબહેન જ્યારે જશે ત્યારે, અગાઉ એક છાપરા હેઠળ ટાયર-મરામત કરીને રોટલો રડનાર એમનાં ત્રણ બાળકોનો બાપ કાસમ આ બધાંનો ગુજારો કેમ કરીને કરી શકશે? “કાલનો તો હું વિચાર જ નથી કરતી,” જેનાબહેન કહે છે, “અત્યારે તો પરવરદિગારનો પાડ માનું છું  કે અમારે માથે કાંઇક છાપરું તો છે અને છોકરાં ખેતરમાં રમે છે.”

હા, કહે છે કે કાસમનો ભાઇ હાસમ, તેની બીબી નસીમ અને આ ચાર બાળકોનું સુખી કુટુંબ હતું. વાસણની ફેરી કરીને હાસમ ઘર ચલાવતો. એનો ધંધોપણ સારો ચાલતો. પોતાની બચતમાંથી 40,000 રૂ. ચૂકવીને એણે બે ઓરડીનું પાકું ધર હજી બે મહિના પર જ લીધું હતું. આઠ વરસના અસીફ ને છ વરસના નજીરને એ નોશાળે પણ મોકલતો હતો. ધરતીમાતાએ પડખું બદલ્યું તે સવારે છોકરા બેય નિશાળે ગણિતના વર્ગમાં. વર્ગના ઓરડાઓ  તૂટી પડતા જોઇને એ ત્યાંથી ભાગી છૂટેલા ને ખુલ્લી પણ થરથરતી જમીન પર લેટી પડેલા. ચાર વરસની નજમા અને બે વરસની શબનમ ઘેર મા પાસે હતી. રોજની જેમ ગામની ફેરી હાસમે હજી માંડ શરૂ કરી હતી, એક શેરીયે તેણે હજી વટાવી નહોતી. ત્યાં ફેરી કાયમ માટે પૂરી થઇ ગઇ.

અસીફ ને તેનો નાનો ભાઇ નિશાળેથી આવ્યા ત્યારે પાડોશીએ મળીને એમની માતાને ભંગાર હેઠળથી હમણાં જ કાઢેલી હતી. અસીફ તેની વાત કરે છે ને એની આંખમાં આંસુ ઊભરાય છે. “એના માથામાંથી ખૂબ લોહી નીકળતું  હતું. મેં પૂછયું કે, તને બહુ દુ:ખે છે, અમ્મા? એ માંડ માંડ બોલી કે, લૂગડાનો કટકો લાવીને ઘા પર ઢાંકી દે. બસ પછી એ બોલતી બંધ થઇ ગઇ. કોઇએ મને કહ્યું કે એ મરી ગઇ.”

તે પછી છોકરો પોતાના બાપને ગોતવા લાગ્યો. વાસણની લારી પર પડેલું એનું શરીર મળી આવ્યું, એના માથા ને ગળા ઉપર શિલાઓના ટુકડા પડેલા હતા. રાત પડે છે ને નાના નાના આંચકાઓ તંબૂને ધ્રુજાવે છે ત્યારે એ ચાર અનાથ બાળકો જેના બહેનને જકડીને વળગી પડે છે. રોજ રાતે નજમા રડ્યા કરે છે: ” મારી અમ્માને પાછી લઇ આવો! મને મારી અમ્મા આપો!”

Read Full Post »

MY INDIA“દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે,
વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે”

સંજય મેકવાનની આ પંક્તિ મારા મુખ પર રમતી રહે છે… હવે એ દિવસ દૂર નથી જ્યારે એ જ માની ગોદમા “હુ” હોઇશ. ભૂમિમાતા સાદ આપી રહી છે…! સૌરાષ્ટ્રમા તેને “સાકરે” કહે છે : “તું આવ અહીં, તું આવ અહીં” !! આવામા મારી ભાવનાઓને  દબાઇને બેસી રહુ તે કેમ ચાલે ??

મારુ ઘર, ફળિયુ, સીમ, એ તળાવ અને એ મારો રૂમ ….બધા જ મને સાદ આપી રહ્યા છે. વિશાળ આંગણુ, આંગણા આવેલો કુવો (જોકે હવે તે કૂવો નથી રહ્યો ) , મળશકે સંભળાતા એ મધુર નાદ, સીમમા સરગવાના તરુવરો…. મારા પ્રિય આંબા, આ બધુ યાદ આવતાની સાથે મન ખરેખર ભરાઇ આવે છે. અત્યારે અહીયા થંડીનુ પ્રમાણ વધી રહ્યુ ત્યારે ત્યાની તાપણી બહુ યાદ આવે છે, જે મજા એ તાપણીમા હતી એ આ ઇલેક્ટ્રીક હીટરમા ક્યા શોધવી ?? કદાચ આને જ “ઘરઝરુપો” વર્તાયો હોય તેવુ કહેવાતુ હશે.

વતનથી દૂર થયે (શારિરીક રીતે) જાણે સદીયો વીતી ગઇ હોય તેવુ લાગે છે… મનમા એવો ઉત્સાહ છે કે તેને શબ્દોમા ઢાળવુ મારા માટે અશકય છે. સિડનીથી નીકળીશ ત્યારે કેવુ લાગશે ?? ત્યા પહોચવાની ઘડી જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ મારુ મન કેવી ફીલીંગ કરશે ? બા, પપ્પા,મમ્મી, ભાઇ, બહેન અને મારા પ્રિયજનો તેમજ સ્વજનોને પહેલી વાર જોઇશ ત્યારે કેવી લાગણી અનુભવીશ… આવા અસંખ્ય પ્રશ્નો મનમા થયા કરે છે. જેમ જેમ જવાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ દિવસો પણ લાંબા થતા જાય તેવુ થયા કરે છે…! આ લાગણીને , આ ઉત્સાહનુ વર્ણન કરવુ ખરેખર ……..????

ગણતરીના દિવસોમા ત્યા હોઇશ …એ વાત મને માથે ઊભેલી પરિક્ષાને પણ ભુલાવી દે છે… આ ખોટુ ,,, પણ શુ કરે ?? જે છે એ તો રહેવાનુ જ !!  એક અનેરો અનુભવ છે, જે કદાચ આ પછી ક્યારેય પ્રાપ્ત નહી થાય.

Read Full Post »