Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Current Situation’

SYDNEY CHRISTMAS & NEW YEAR

 

Image

ડીસેમ્બરનો મહિનો ખ્રિસ્તી પરંપરા મજબૂત થયેલા દેશેમાં ખુબ જ મહત્વનો મહિનો ગણવામાં આવે છે. પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિનો સમાવેશ થયેલા દેશમાં નાતાલ મહત્વનો તહેવાર મનાઈ છે.

અહી સિડ્નીમાં નાતાલ અને ઈસ્ટરનાં તહેવાર દરમિયાન ચર્ચમાં વિવિધ ધાર્મિક પ્રવૃતિઓનું આયોજન થતું હોય છે. કૌટુંબિક મેળાવડો અને ભેટ સોગાદોનું આદાન પ્રદાન આ તહેવારની સૌથી વધુ પ્રચલિત પરંપરાચ છે. અહી Woolworths, Coles, Aldi, IGA જેવા સુપરમાર્કેટમાં ON SALE, REDUCED, % OFF જેવા પાટિયા ઠેર ઠેર જોવા મળે છે. નાતાલની મીઠાઈ, પાઈ , કેક, વિવિધ જાતની ચોકલેટની માંગ ખુબ જ વધી જાય છે. ભેટ-સોગાદો માટે અહી MYER, TARGET, K-MART, BIG W  વગેરે જેવા સ્ટોર ડીમાન્ડમાં રહે છે.

નાતાલનો દીવસ આવતા પહેલા જ ઘરનું ખાસ સુશોભન માટેની તૈયારીઓ ચાલુ થઇ જાય છે. આ ખાસ સુશોભન પાછળ પણ લાંબો ઈતિહાસ રહેલો છે. ઘરોની સજાવટમાં ઘરની બહારના ભાગમાં રોશની, લાઈટથી સજાવેલ બરફમાં ચાલતી ગાડી, સ્નો મેન વગેરે જેવા નાતાલના પત્રોથી સજાવવાની પરંપરા છે. અહીની Government આવા સુશોભિત ઘરના માલિકો માટે એક ખાસ સ્પર્ધાનું આયોજના કરે છે, લોકો ઉત્સાહભેર ભાગ લે છે.ટોપ ૫ winners ને Prize આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઘરની સાથે સાથે નાતાલના વૃક્ષનું સુશોભનએ મૂર્તિપૂજક પરંપરાનું ખ્રીસ્તીકરણ છે. નાતાલના વૃક્ષને “ક્રિસમસ Tree” કહેવાનો રીવાજ જર્મન ભાષામાંથી કરવામા આવ્યો. કહેવાય છે કે આ શબ્દનો સૌ પ્રથામાં ઉપયોગ ૧૮૫૩માં કરાયો. આ જ રીવાજ બ્રિટનમાં જ્યોર્જ ત્રીજાની પત્ની રાણી શેરલોટ મારફતિ રજૂ થયો જે રાણી વિક્ટોરિયાનાં રાજમાં રાજકુમાર આલ્બર્ટ દ્વારા સફળ કરવામાં આવ્યો. નાતાલ દરમિયાન આ વૃક્ષો ઠેર ઠેર જોવા મળે છે. નાતાલ એટલે ભેટ- સોગાદોની આપ લે કરવાનો તહેવાર. નાતાલના દિવસે ક્રિસમસ Tree નીચે ભેટ સોગાદોનો ઢગલો હોય છે. નાના બાળકો માન્યતા મુજબ માને છે કે રાત્રે શાંતા આવ્વેને તેઓની માટે Surprise Gifts મૂકી ગયા. શરીરે અલમસ્ત, દાઢીવાળા અને આનંદી સ્વભાવના આ સાંતા નાતાલ દરમિયાન બાળકોનુ ધ્યાન કેન્દ્ર બની જાય છે.

Image

તારિખ ૨૬/૧૨/૨૦૧૩ નાં રોજ અમે Hunter Valleyની મુલાકાત લીધી. ઓસ્ટ્રેલીયાનાં NSW State માં Hunter Regionમાં આવેલા ૨૫ એકરમાં વિકસાવેલા બગીચામાં ખાસ lighting નું આયોજન કરવામાં આવે છે. ૨૬ ડીસેમ્બર કે જે Boxing Day તરીકે મનાવામાં આવે છે એ દિવસથી આ બગીચો પબ્લિક માટે ખુલ્લો મુકવામાં આવે છે. ૨૫ એકરમાં વિકસાવેલ ૧૦ જુદા જુદા બગીચાઓ નિહાળવામાં આખો દિવસ ક્યા પસાર થઇ જાય એ ખબર નથી પડતી. ૮ કી.મી.ની લાંબી પગદંડીની સાથે સાથે આખા બગીચામાં ૬ હજારથી બધું વૃક્ષો, ૧ મીલીયાના Ground Covers, ૬,૦૦,૦૦૦ નાના ફૂલ –છોડ જોવા મળે છે. Story Book Garden અહીનું ખાસ આકર્ષણ છે. આ ખાસ Lighting Show 10માના ૫ બગીચાઓમાં કરવામાં આવે છે. જુદી જુદી ૧.૫ મીલીયાના લાઈટ્સનું ડિસ્પ્લે ખરા અર્થમાં વિસ્મય પમાડે તેવું અને અદભૂત હોય છે.

 

સિડનીમાં નવા વર્ષની વધામણી ખુબા જ ધામધૂમથી કરવામાં આવે છે. સિડનીનું FIRE WORK આખા વિશ્વમાં ખુબ જ પ્રખ્યાત છે. Harbour Bridgeને Fire Workનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે. ૧૯૮૬ની સાલથી લઈને અત્યાર સુધી Harbour Bridge પરથી Fire Workનું આયોજન કરવામાં આવે છે. આ Fire Workની ખાસ વિશેષતા એ છે કે તે રાત્રી ૯ વાગે તેમજ ૧૨ વાગે એવા બે સમયે બતાવવામાં આવે છે. “Pyrotechnic Display”, “Water Fall Effect” તેમજ “Birthday Cake” effects એક વિશેષ આકર્ષણ ઉભું કરે છે.Image

દરેક વર્ષની જેમ જ આ વર્ષનું Fire Work પણ એની એક વિશેષતા સાથે નિહાળ્યું. દરેક વર્ષે Harbour Bridgeને અલગ effects આપવામાં આવે છે. ૨૦૧૨-૧૩મા “Embrace” (Butterfly & Lip Image) તેમજ આ વર્ષે (૨૦૧૩-૧૪) માં “SHINE”ની EYE effect આપી લોકોનું ધ્યાન આકર્ષિત થયું હતું. ૧૨ Storeys ઊંચું, ૬૦ ટન વજન ધ્રાવાતાધ્રાવતી, ૧૬ કી.મી. લાંબી light rope તેમજ ૪ કી.મી. લાંબી Electrical Cable ધરાવતી આ “EYE” effectનો નજારો અદભૂત હતો. લોકોના ટોળા સવારથી જ effects નિહાળવા એકઠા થઇ જાય છે. ૨૦,૦૦,૦૦૦થી વધુ લોકો આ વર્ષનું Fire Work નિહાળ્યું. આ વર્ષે બે અલગ સમયે થતા Fire Workમાં અચાનક ત્રીજો રાઉન્ડ ૧૦.૩૦ વાગ્યે ઉમેરાતા લોકોએ અલગ રોમાંચ અનુભવ્યો હતો.

Image

Advertisements

Read Full Post »

( પલંગ પરથી જમીન પર પગ મુકતા પહેલા વાંચવાની ટેવ હવે પડી ગઇ છે. ગુજરાતી છાપુ તો અહીંયા નથી મળતું, તેથી રાત્રે જે વાંચ્યુ એ જ પુસ્તક સાથે રાખીને સુઇ જવાનું અને સવારે ઊઠીને પહેલા એમાંથી કઇક વાંચીને જ દિનચર્યાની શરુઆત થાય. આજે એવું કઇક વાંચવા મળ્યું જે મારા અત્યારના સમયને 110% મેચ થાય છે… વાંચીને હસવું આવ્યું અને અહેસાસ પણ થયો કે “લાઇફ ઇઝ લાઇક ધેટ” )

હવે જે વાંચ્યુ તેની વાત …

જૂના જમાનાની વાત છે. ગ્રીસ દેશના સ્પાર્ટા નામે રાજયમાં એક જુવાન રહેતો. પિડાર્ટસ એનું નામ. ભણીગણીને તે વિદ્રાન બન્યો હતો. હવે એ નોકરીની શોધમાં હતો. તેવામાં ખબર મળી કે રાજયમાં ત્રણસો જગ્યાઓ ખાલી છે. એણે તરત  અરજી કરી.

પરંતુ પરિણામ જાહેર થતાં જણાયું કે પિડાર્ટસને નોકરી માટે પસંદ કરવામાં નહોતો આવ્યો. મિત્રોને લાગ્યું કે વિદ્વાન પિડાર્ટસ બાપડો બહુ દુ:ખી થયો હશે, તેથી બધા તેને આશ્વાસન આપવા ગયા.

એમની વાત સાંભળીને પિડાર્ટસ હસતાં બોલ્યો: “એમાં દુ:ખી થવા જેવું શું છે ? મને તો ઊલટાનો એ જાણીને આનંદ થયો કે, આપણા રાજયમાં મારા કરતાં પણ વધુ લાયક ત્રણસો માણસો છે.”

  • મુકુલ કલાર્થી

Read Full Post »

આજકાલ ન્યુઝચેનલ અને ન્યુઝપેપરમા ઓસ્ટ્રેલિયામા વસતા ભારતીય વિધાર્થીઓ વિશે જાતજાતના સમાચાર આવતા રહે છે. આ પ્રકારના ન્યુઝ પહેલી વાર જોયા ત્યારે થયુ કે મિડીયાવાળાએ વાતને વધુ પડતી ચગાવી છે. માઇલો દૂર વસતુ મારુ પરિવાર અને મારા જેવા હજારો વિધાર્થીઓના પરિવાર આવા ન્યુઝ જોઇને ચિંતા કરે જ તે સ્વાભાવિક છે. દિવસમા 2-3 વાર ફોન કરીને જાણ કરીયે કે અમે ઓકે છીએ..ચિંતા જેવી કોઇ વાત નથી !! તેમ છતા મા-બાપનો જીવ જાલ્યો નથી જલાતો. આવા સમયે મિડિયા પર બહુ ગુસ્સો આવે. પરંતુ આજે જ્યારે નજરો – નજર જોયુ ત્યારે સમજાયુ કે અમે કેટલા ખોટા હતા. આ પહેલા હુમલાઓ થયા હશે, થયા છે પરંતુ બહાર ન પડયુ કે બહાર ના પાડ્યુ. જેના પર હુમલા થાય તેને એ વાત નો ડર સતાવે કે ક્યાક પોલીસમા ફરિયાદ નોંધાવીશુ અને વિઝામા કઇક પ્રોબલેમ થશે તો ?? તેથી જે બનાવ બને તે સહન કરીને એ કિસ્સાને ત્યા જ દબાવી દેવામા આવતો. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી વાતાવરણ ગંભીર બન્યુ છે. વિકટોરિયા તેમજ સિડનીમા અમુક કેસ પોલીસ સામે ખુલ્લા પડતા આ ધટનાઓના સમાચારે જોર પકડ્યુ છે.

અત્યારે જ આવી એક ઘટના ઘટી… આ પોસ્ટ બનાવુ છુ ત્યારે તે પોસ્ટ નથી, આ એક એવો ગુસ્સો છે, જુસ્સો છે જે મારે બહુ પહેલા બહાર લાવવાની જરુર હતી. પરંતુ ‘જાગ્યા ત્યાથી સવાર”. ધટના કઇક આમ બની કે સાંજના 7.45 વાગ્યાની આસપાસ મારા બે મિત્રો (જે મારી સાથે જ રહે છે) ઘરની બહાર ઉભા હતા… ત્યા જ એક કાર ધસમસતી આવી અને તે બન્ને પર ઇંડા ફેંકીને જતી રહી. 5 મિનિટના અંતર બાદ એ જ કાર ફરીથી આવી અને તેમા બેઠેલા 3-4 ઓસ્ટ્રેલિયન યુવાનો ગાળાગાળી કરવા લાગ્યા. મારા બન્ને મિત્રએ પણ તેમની સામે બોલવાની હિંમત ઝુટાવી તેથી તે ત્યાથી ભાગી છુટયા. કોઇ જાતના વાંક વગર આવુ બન્યુ… આવા સમયે મને વિચાર આવ્યો કે આ લોકો પાસે ઇંડાની જગ્યાએ કોઇ ખતરનાક વસ્તુ હોત તો શુ થાત?? થોડા દિવસ પહેલા જ મારી બાજુની સ્ટ્રીટ પર ‘રાજેશ કુમાર’ નામના યુવાન પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામા આવ્યો… !! કારમા જે યુવાનો એ આવ્યા તેમની પાસે પણ આવુ જ કઇક હોત તો  ?? મારા મિત્રોએ સામે પ્રત્યાઘાત ન કર્યો હોત અને તેમને માર્યા હોત તો ?? આવા અનેક પર્શ્નો સાથે મે તરત પોલીસને જાણ કરવાનુ વિચાર્યુ… આ કાર્ય કરુ એ પહેલા જ સમાચાર મળ્યા કે ,,,,

એક ભારતીય વિધાર્થી જોબ પરથી પરત આવતો હતો …ત્યારે રસ્તામા તેને આ જ રીતેના એક ટોળાએ માર માર્યો અને ત્યાર બાદ તેને કાર બેસાડીને ક્યાય લઇને ફરાર થઇ ગયા..!! હજી 3 કલાક બાદ પણ એ નિર્દોષનો કોઇ પત્તો નથી. આ છોકરો ગુજરાતી હતો તેવુ પાછળથી જાણવા મળ્યુ. જે લોકોએ આ બનાવ પોતાની નજર સામે જોયો તે બધાએ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યુ. મારા બન્ને મિત્રોએ પણ પોતાનુ બયાન આપ્યુ, સાથોસાથ પોલીસને ફરિયાદ પણ કરી. ત્યારે પોલીસ તરફથી જે જવાબ મળ્યો તે સાંભળીને નવાઇ લાગી..પોલીસે કહ્યુ ” તમે ભારતીય વિધાર્થીઓ 70000ની સંખ્યામા છો અને અમારી પાસે પૂરતો સ્ટાફ નથી..જેટલુ થશે તેટલુ કરીશુ” એક જોતા તે સાચા હોઇ શકે પરંતુ આ યોગ્ય જવાબ ના લાગ્યો.

અત્યારે આ પોસ્ટ બનાવુ છુ ત્યારે મારા મિત્રો હજી ત્યા જ છે. (સમય: 12.10 એ.એમ)  પોલીસ પાસે… હમણા જ તેમને કોલ કરીને પૂછયુ ત્યારે કહ્યુ કે ગુજરાતી અને પંજાબીએ ભેગા મળીને રેલી કાઢી છે , પબ્લીક વધતી જ જાય છે. તેમને 15 મિનિટના અંતરે ફોન કરે રાખુ છુ …ત્યારે એક જ જવાબ આવે છે કે પોલીસ બરાબર જવાબ નથી આપતી….અને ઘર તરફ આવવાના રસ્તા તેમને બ્લોક કરી દીધા છે. આના પરથી સમજી શકાય તેવુ છે કે પરિસ્થિતિ ગંભીર છે. આ વાત બ્લોગ પર લખવાનુ એટલા માટે નક્કી કર્યુ કે જો હજી કોઇ મારી જેમ એ જ ભ્રમણામા હોય કે મિડીયાવાળા જરુર કરતા વધારે બતાવી રહ્યા છે તો તેમની આ ગેરસમજ દૂર થાય.

સાથોસાથ મે દિવ્યભાસ્કરને તરત જ મેઇલ દ્વારા જાણ કરી કે આ બનાવની જાણ ભારતીય સરકારને થાય. હજી ભારતીય વિધાર્થીને સુરક્ષાની જરુર છે…. ભારતીય સરકાર બનતા દરેક પગલા લઇ જ રહી છે , આમ છતા હજી યોગ્ય પગલા લેવા મારી અને મારા જેવા હજારો વિધાર્થીની વિનંતી ….!!

( નોંધ :: આ પોસ્ટ કોઇને ચિંતામા મુકવા માટે નથી કરવામા આવી…પોસ્ટ કરવા પાછળનો હેતુ એકમાત્ર સત્ય હકિકત બહાર લાવવા માટેનો છે )

Read Full Post »