Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Australia’

ત્રણ-ચાર દિવસથી ચાલતી હલચલ હવે શાંત પડતી જાય છે. પોલીસ દ્વારા સાવચેતીના પગલા લેવાઇ રહ્યા છે. જે સ્થળ પર સાંજના 5 વાગ્યા પછી જવાનુ ટાળતા હતા ત્યા આજે 8.00 વાગે જતા પણ ડર નથી લાગતો. સિડનીમા આવેલા ગુજરાતી સમાજના કાર્યકારો દ્વારા પણ જોઇતો સાથ-સહકાર મળી રહ્યો.

કહેવાય છે કે આ પહેલા જે વાતો થઇ હતી તે અફવાઓ હતી. કોણ જાણે શુ છે અને શુ હતુ ? હવે આ બધી અટકળમા પડયા કરતા અહીના શાંત જનજીવન સાથે પહેલાની જેમ જ ભળી જવુ જોઇએ…..ભળી ગયા છે. આ પહેલાની હાલત જોતા લાગતુ કે અહી રહેવુ એ પણ હવે ડહાપણભર્યુ નથી, પરંતુ આજની પરિસ્થિતિ જોતા લાગે છે એ સમયે ઉતાવળમા કરેલ વિચાર ખોટો હતો. લેબનિઝ લોકો માટે આ હેરાનગતિ માત્ર મસ્તી હતી, એક જાતનુ મજાક હતુ. આ વાત બહાર આવતા ભારતીયો અને લેબનીઝ વચ્ચે મિટીંગનુ આયોજન થયુ અને બન્નેની સમજણ સાથે હવે બધુ જ થાળે પડી ગયુ છે. હવે કોઇ જાતની ચિંતા જેવુ નથી લાગતુ. હવે આવા કોઇ બનાવ નહી બને તેવી આશા છે. આ રીતેની કડક વ્યવસ્થા જોઇને લાગી રહ્યુ છે કે હવે ભારતીય વિધાર્થીઓને હેરાનગતિ નહી થાય.

Advertisements

Read Full Post »

આજકાલ ન્યુઝચેનલ અને ન્યુઝપેપરમા ઓસ્ટ્રેલિયામા વસતા ભારતીય વિધાર્થીઓ વિશે જાતજાતના સમાચાર આવતા રહે છે. આ પ્રકારના ન્યુઝ પહેલી વાર જોયા ત્યારે થયુ કે મિડીયાવાળાએ વાતને વધુ પડતી ચગાવી છે. માઇલો દૂર વસતુ મારુ પરિવાર અને મારા જેવા હજારો વિધાર્થીઓના પરિવાર આવા ન્યુઝ જોઇને ચિંતા કરે જ તે સ્વાભાવિક છે. દિવસમા 2-3 વાર ફોન કરીને જાણ કરીયે કે અમે ઓકે છીએ..ચિંતા જેવી કોઇ વાત નથી !! તેમ છતા મા-બાપનો જીવ જાલ્યો નથી જલાતો. આવા સમયે મિડિયા પર બહુ ગુસ્સો આવે. પરંતુ આજે જ્યારે નજરો – નજર જોયુ ત્યારે સમજાયુ કે અમે કેટલા ખોટા હતા. આ પહેલા હુમલાઓ થયા હશે, થયા છે પરંતુ બહાર ન પડયુ કે બહાર ના પાડ્યુ. જેના પર હુમલા થાય તેને એ વાત નો ડર સતાવે કે ક્યાક પોલીસમા ફરિયાદ નોંધાવીશુ અને વિઝામા કઇક પ્રોબલેમ થશે તો ?? તેથી જે બનાવ બને તે સહન કરીને એ કિસ્સાને ત્યા જ દબાવી દેવામા આવતો. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી વાતાવરણ ગંભીર બન્યુ છે. વિકટોરિયા તેમજ સિડનીમા અમુક કેસ પોલીસ સામે ખુલ્લા પડતા આ ધટનાઓના સમાચારે જોર પકડ્યુ છે.

અત્યારે જ આવી એક ઘટના ઘટી… આ પોસ્ટ બનાવુ છુ ત્યારે તે પોસ્ટ નથી, આ એક એવો ગુસ્સો છે, જુસ્સો છે જે મારે બહુ પહેલા બહાર લાવવાની જરુર હતી. પરંતુ ‘જાગ્યા ત્યાથી સવાર”. ધટના કઇક આમ બની કે સાંજના 7.45 વાગ્યાની આસપાસ મારા બે મિત્રો (જે મારી સાથે જ રહે છે) ઘરની બહાર ઉભા હતા… ત્યા જ એક કાર ધસમસતી આવી અને તે બન્ને પર ઇંડા ફેંકીને જતી રહી. 5 મિનિટના અંતર બાદ એ જ કાર ફરીથી આવી અને તેમા બેઠેલા 3-4 ઓસ્ટ્રેલિયન યુવાનો ગાળાગાળી કરવા લાગ્યા. મારા બન્ને મિત્રએ પણ તેમની સામે બોલવાની હિંમત ઝુટાવી તેથી તે ત્યાથી ભાગી છુટયા. કોઇ જાતના વાંક વગર આવુ બન્યુ… આવા સમયે મને વિચાર આવ્યો કે આ લોકો પાસે ઇંડાની જગ્યાએ કોઇ ખતરનાક વસ્તુ હોત તો શુ થાત?? થોડા દિવસ પહેલા જ મારી બાજુની સ્ટ્રીટ પર ‘રાજેશ કુમાર’ નામના યુવાન પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામા આવ્યો… !! કારમા જે યુવાનો એ આવ્યા તેમની પાસે પણ આવુ જ કઇક હોત તો  ?? મારા મિત્રોએ સામે પ્રત્યાઘાત ન કર્યો હોત અને તેમને માર્યા હોત તો ?? આવા અનેક પર્શ્નો સાથે મે તરત પોલીસને જાણ કરવાનુ વિચાર્યુ… આ કાર્ય કરુ એ પહેલા જ સમાચાર મળ્યા કે ,,,,

એક ભારતીય વિધાર્થી જોબ પરથી પરત આવતો હતો …ત્યારે રસ્તામા તેને આ જ રીતેના એક ટોળાએ માર માર્યો અને ત્યાર બાદ તેને કાર બેસાડીને ક્યાય લઇને ફરાર થઇ ગયા..!! હજી 3 કલાક બાદ પણ એ નિર્દોષનો કોઇ પત્તો નથી. આ છોકરો ગુજરાતી હતો તેવુ પાછળથી જાણવા મળ્યુ. જે લોકોએ આ બનાવ પોતાની નજર સામે જોયો તે બધાએ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યુ. મારા બન્ને મિત્રોએ પણ પોતાનુ બયાન આપ્યુ, સાથોસાથ પોલીસને ફરિયાદ પણ કરી. ત્યારે પોલીસ તરફથી જે જવાબ મળ્યો તે સાંભળીને નવાઇ લાગી..પોલીસે કહ્યુ ” તમે ભારતીય વિધાર્થીઓ 70000ની સંખ્યામા છો અને અમારી પાસે પૂરતો સ્ટાફ નથી..જેટલુ થશે તેટલુ કરીશુ” એક જોતા તે સાચા હોઇ શકે પરંતુ આ યોગ્ય જવાબ ના લાગ્યો.

અત્યારે આ પોસ્ટ બનાવુ છુ ત્યારે મારા મિત્રો હજી ત્યા જ છે. (સમય: 12.10 એ.એમ)  પોલીસ પાસે… હમણા જ તેમને કોલ કરીને પૂછયુ ત્યારે કહ્યુ કે ગુજરાતી અને પંજાબીએ ભેગા મળીને રેલી કાઢી છે , પબ્લીક વધતી જ જાય છે. તેમને 15 મિનિટના અંતરે ફોન કરે રાખુ છુ …ત્યારે એક જ જવાબ આવે છે કે પોલીસ બરાબર જવાબ નથી આપતી….અને ઘર તરફ આવવાના રસ્તા તેમને બ્લોક કરી દીધા છે. આના પરથી સમજી શકાય તેવુ છે કે પરિસ્થિતિ ગંભીર છે. આ વાત બ્લોગ પર લખવાનુ એટલા માટે નક્કી કર્યુ કે જો હજી કોઇ મારી જેમ એ જ ભ્રમણામા હોય કે મિડીયાવાળા જરુર કરતા વધારે બતાવી રહ્યા છે તો તેમની આ ગેરસમજ દૂર થાય.

સાથોસાથ મે દિવ્યભાસ્કરને તરત જ મેઇલ દ્વારા જાણ કરી કે આ બનાવની જાણ ભારતીય સરકારને થાય. હજી ભારતીય વિધાર્થીને સુરક્ષાની જરુર છે…. ભારતીય સરકાર બનતા દરેક પગલા લઇ જ રહી છે , આમ છતા હજી યોગ્ય પગલા લેવા મારી અને મારા જેવા હજારો વિધાર્થીની વિનંતી ….!!

( નોંધ :: આ પોસ્ટ કોઇને ચિંતામા મુકવા માટે નથી કરવામા આવી…પોસ્ટ કરવા પાછળનો હેતુ એકમાત્ર સત્ય હકિકત બહાર લાવવા માટેનો છે )

Read Full Post »