મહેન્દ્ર મેઘાણી કહે છે કે ઉત્તમ સાહિત્ય લાગણીઓને સુક્ષ્મ બનાવે છે,ધર્મબુધ્ધિને જાગ્રુત કરે છે,હ્રદયની વેદના તેજસ્વી કરે છે,સમભાવ કેળવે છે. બારણાની તિરાડોમાંથી ફૂલની સુંગંધ જેમ વાયુ વાટે પથરાય છે, રોમાંચિત કરે છે, તેમ ઉત્તમ વાચન ચિત્તમાં પ્રવેશી આનંદલહરીથી વાચકને ડોલાવી દે છે.
અરધી સદીની વાચનયાત્રા આજકાલ મને આ જ રીતે ફરી એક વાત ડોલાવી રહી છે. અરધી સદીની વાચનયાત્રાના ચારેય ભાગમાં અનેક જાણીતા કે ઓછા જાણીતા લેખકોના લખાણને સ્થાન આપવામા આવ્યુ છે. ચારે ચાર ભાગ વસાવી લીધા છે પણ આખુ ` કર્યુ કર્યુ હોય એવુ એકેય નથી કેમ કે કોઇ પણ ભાગમાંથી ગમે તે પાનુ ખોલીને વાંચી શકાય છે. આજે વાંચતા વાંચતા વિચાર આવ્યો કે આમાથી થોડુ ઘણુ પણ બ્લોગ પર શેર કરી શકાય.
સાહિત્ય નામના આ વિભાગમા આવા જ ચુંટેલા લખાણ મુકીશ. રોજનુ રોજ કંઇક મુકાતુ રહે તેવા પ્રયત્ન કરીશ.
આજ્ના ટોપ 5 મા આવે એવુ ઉમાંશકર જોશીનુ લખાણ :
ગરમ કરવા !
આચાર્ય ક્ષિતિમોહનને એક વાર રાતે ઘેર આવતાં ઠીક ઠીક મોડુ થયું. ગૃહિણિએ ઊંચા સ્વરે કહ્યું: “જુઓને, ખાવાનું પણ થંડું થઇ ગયું!”
તરત જ પતિદેવે થાળી ઉપાડીને ગ્રુહિણિના માથા પર ધરી.
”આ શું કરવા માંડયું વળી?”
”કાંઇ નહીં, ખાવાનું ગરમ કરી લઉં છું જરી:” 🙂
- ઉમાશંકર જોશી