Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સત્ય’

આઠ વરસના અનિલની કહાણી એથીયે કરુણ છે. અમદાવાદથી રજાઓમાં એ પોતાને ગામ રત્નાલ દસ મહિના પહેલાં આવેલો, ત્યારે છેલ્લો માબાપને મળેલો. એના બાપા વાઘજી મનસુખલાલ ભુજ પાસેના એ ગામમાં દરજીનો ધંધો કરતા.છોકરાનું બણતર સુધેરે તે માતે તેમણે અનિલને અમદાવાદ પોતાના ભાઇને ધેર રાખેલો. શહેરની નિશાળની માસિક ફીના 200રૂ. એ મોકલતો હતો. પણ અવારનવાર દીકરાને મળવા અમદાવાદ જવા જેટલું ગાડીભાડું ખરચવાની એમની ત્રેવડ નહોતી, એટલે અનિલ પણ ત્રણ વરસમાં ફક્ત બે વાર સૌને મળવા ઘેર આવી શકેલો. ધરતીકંપ પછી બે દિવસે રત્નાલના એક પાડોશીનો સંદેશો અમદાવાદ આવેલો કે અનિલનાં માબાપ તથા દસ વરસનો ભાઇ જોગેશ ખતમ થઇ ગયાં છે. ત્રણેક વરસનો એકલો જિગર ઇજાઓ પામવા છતાં બચી ગયો છે. અનિલના કાકા રાજુભાઇ કહે છે કે, “સંદેશો મળ્યો ત્યારથી એ છોકરો સૂનમૂન બનીને આકાશમાં તાકી રહે છે ને રડતાં થાકતો નથી.”

ત્યારે દૂર દૂરના રત્નાલનાં નાનો જિગર વાચા ગુમાવી બેઠો છે. ધરતીકંપ થયો ત્યારે તેની માતા મંજુલાબહેન લારીવાળા પાસે શાક લેવા ઘરની બહાર નીકળતાં હતાં – અને આંખના પલકારામાં મકાન જમીનદોસ્ત થયું. તેને બચાવવા દોટ મૂકનાર પતિ પણ દટાઇ ગયા. સડકની સામી બાજુ વાઘજીના બીજી એક ભાઇ ખેતરમાં કળશિયે જવા નીકળેલા હતા.. ધણધણાટી સાંભળીને એમને લાગ્યું કે હમણાં નવી નખાયેલી બ્રોડગેજ લાઇનનું ઉદઘાટન કરનારી પ્રથમ રેલગાડી આવી રહી હશે. પાછું વળીને જોયું તો ધૂળના ગોટેગોટા ચડ્યાં હતા, ને એમણે હડી કાઢી. સિમેંટના બે મોટા સ્લેબ વચ્ચે જિગરને ફસાયેલો તેમને જોયો. એના પેટ પર મોટો ઘા પડયો હતો ને એ શ્વાસ લેવા ફાંફા મારતો હતો. ભંગાર હેઠળથી એને જ્યારે કાઢી શકાયો ત્યારે ખ્યાલ આવ્યો કે બાકીનું  કુટુંબ ખતમ થઇ ગયું છે. કાકા કહે છે, “બસ, ત્યારથી જિગર બોલતો સમૂળગો બ્ંધ થઇ ગયો છે. એ રડી પણ શકતો નથી.”

  • સૌતિક બિશ્વાસ
Advertisements

Read Full Post »

માનવે તો પુરુષાર્થમાં સતત મચ્યા રહેવાનું હોય છે. કસો કમર, ચલાવો મજલ. મુકામની દિશામાં બે ડગ તો ભરો.

જે પ્રયત્નશીલ છે, તે અથડાતો-પછડાતો પણ છેવટે પોતાના અસલ મુકામે પહોંચે છે. વચ્ચે કેવી ભૂલો થૈ, પતનો થયાં, એ મોટો સવાલ નથી; માણસ પાછો ઊભો થઇ જાય અને ફરી મજલ કાપવા માંડે, એનું મહત્વ છે. સતત પ્રયત્ન કરતો રહે તો માણસ અંતે જીવનસાફલ્ય પામે જ છે.

“ઉતાવળ વિના , પરંતુ ક્ષણ એક જંપ્યા વિના.”

* ઉમાશંકર જોશી (અ.સ.વા – 2)

Read Full Post »

ગઇકાલે રાત્રે “2012” નુ ટ્રેલર જોયુ. રોમાંચક લાગ્યુ. આ પહેલા 21,ડિસેમ્બર-2012ના પ્રલય અને માયાનીઝમની થીયરી વિશે પરિચિત હતી. આને અંધ શ્રધ્ધા માનવી કે ઉભુ કરેલુ સત્ય કે ખરેખરનુ સત્ય માનવુ?? પહેલા તો કાઇ ના સમજાયુ પરંતુ આ મુવિનુ ટ્રેલર જોઇને લાગ્યુ કે શુ ખરેખર પ્રલય થશે કે આ માત્ર પ્રચાર હોઇ શકે?

થોડુ આ મુવિ વિશે વાત કરીયે તો – “2012” એ Roland Emmerich દ્વારા દિગ્દર્શિત એક હોલિવુડ ફિલ્મ છે. જે નજીકના ભવિષ્યમા રિલીઝ થશે અને આપણા માટે (કદાચ) રોચક બની રહેશે. લગભગ 13 નવેમ્બર એ રિલિઝ થવાની શકયતા છે.

2012 Is it true?Guatemalaમા (સેન્ટ્રલ અમેરિકામા આવેલ એક દેશ વીચ ઇઝ bordered by Mexico) 2012ની વાતથી ઘણા લોકો પિડાય રહ્યા છે અને વાતથી ડરીને ઘણા ખરાએ આત્મહત્યા પણ કરેલ છે. કુદરતી આફતો સામે પણ માનવીએ કઇ રીતે લડવુ તે આ ફિલ્મમા બતાવવામા આવ્યુ છે. કુદરતી આફત સામે ક્યારેય કોઇ ટકી શક્યુ છે ?? એમાય જ્યારે દુનિયાના જ પ્રલયની વાત થતી હોય ત્યારે એમા ઘણા ખરા આવા નાકામ પ્રયત્નોથી બચી જાય તેમા કેટલુ તથ્ય છે ?? આ પ્રચાર છે કે બીજુ કાઇ ??

આવા સમયે થાય છે કે હોલિવુડ કેવી કેવી બાબતોમાથી કમાણી કરી લેતુ હોય છે !! સાચુ  કેટલુ અને ખોટુ કેટલુ તો કોઇને ખબર નથી..તે તો 2012મા જ ખબર પડશે પણ  હોલિવુડએ પોતાની કમાણીનુ સાધન ઊભુ કર્યુ તે વાતમા કોઇ શંકા નથી. આ સાથે બીજી  પણ એક વાત ધ્યાનમા લેવા જેવી છે કે બોલીવુડને કેમ આવુ નથી સુઝતુ ?? પ્રેમ  કહાનીઓ અને ધમાલ-મસ્તી વાળી ફિલ્મો બનાવવી એ એક પેશો બની ગયો છે.  Wednesday, Mumbai meri jaan કે Firaaq જેવી સત્ય હકિકત પર ફિલ્મો આવે  ત્યારે થાય કે યાર આનુ નામ ફિલ્મ!! અહીયા બોલીવુડ સામે આંગળી ચિંધવાનો હેતુ નથી  જ પણ જ્યારે 2012 જેવા ફિલ્મની વાત આવે ત્યારે આવા વિચારો સ્વાભાવિક રીતે  આવી જાય.

Read Full Post »