Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘પરદેશી’

વર્ષોથી જેની રાહ જોતા હોઇએ, એ દિવસ આવ્યા બાદ એ રાહ, એ લાગણી, એ ઉત્સાહ એ જ રીતેનો રહેતો હોય છે જે પહેલા હતો. પરદેશથી દેશની સુધીની મારી સફર એવી રહી જેવી મારા માનસપટ પર મે કોતરીને રાખી હતી?? જવાબ “હા” અને “ના” બન્ને છે. મારા પ્રેમના પ્રદેશમા આવ્યાને આજે 20 દિવસ થઇ ગયા. શુ પામ્યુ અને શુ ગુમાવ્યુ આ બે પ્રશ્નો નો તાળો હુ હંમેશા કાઢતી રહુ છુ. જે દિવસની તત્પરતાથી રાહ જોતી હતી , તે દિવસ આવી પહોચ્યો અને તેમાથી શુ ઇચ્છા મુજબનુ થયુ અને શુ નહી તેનો તાળો પણ મેળવવો જ રહ્યો. જીવનને ખુબ જ નજીકથી નિહાળ્યા બાદ જો આ રીતે તાળો મેળવીને પરિણામ વિશે જાણવામા ન આવે તો જીવનના સુવર્ણકાળ સુધી નથી પહોચી શકાતુ, આવુ મારુ માનવુ છે.

મનોમન હુ કાયમ ભારતની ધરતી પર જ હોઉ છુ, સિડનીમા રહીને પણ આવો અહેસાસ મને કાયમ થતો રહ્યો છે. આજે મારા ભારતની ધરતી પર છુ ત્યારે તેનો અહેસાસ શબ્દોમા ઢાળી શકાય તેમ નથી જ. એક એક પળ જેની ઝંખના રહેતી તેના ખોળામા આજે છુ ત્યારે જીવી લેવા માંગુ છુ, જીવી રહી છુ. ક્યાક વાંચ્યુ હતુ કે દેશથી આટલો બધો પ્રેમ હતો ત્યારે દેશ છોડીને ગયા જ કેમ ?? જવાબ સરળ છે, પ્રશ્ન મુશ્કેલ છે. એક વિધાર્થી જીવનમા મે દેશને છોડયો હોય તેવુ ના કહી શકાય, પરંતુ બીજી બાજુ એક સત્ય એ પણ છે કે હવે હુ કદાચ જ પાછી ફરી શકુ. આ “કદાચ” મા હા અને ના બન્ને છુપાયેલા છે. જેવો જેનો દ્રષ્ટિકોણ !!

દેશ-પરદેશ પરથી એ જ કહેવા માંગુ છુ કે પોતાનો દેશ એ પોતાનો જ હોય છે, પરંતુ જે દેશ એ તમને સ્વીકાર્યા, જેવા હતા તેવા સ્વીકાર્યા !! તમને દુનિયા જોવાની તક આપી, એ ધરતીને તમે કઇ રીતે ભુલી શકો. સિડનીને હુ મારી કર્મભુમિ કહુ છુ, ઘણુ બધુ આપ્યુ છે સિડનીએ. હુ તેના આ કરજને કઇ રીતે ભુલી શકુ, જ્યાથી મને મારુ અસ્તિત્વ પ્રાપ્ત થયુ તેને હુ કઇ રીતે નજરઅંદાજ કરી શકુ. આજે, અત્યારે સિડનીને ખુબ મીસ કરુ છુ. આજે અનુભવુ છે કે દેશ-પરદેશ જેવુ કશુ હોતુ નથી, પરદેશમા પણ પોતાના દેશનો અનુભવ કરવો અને પોતાના દેશમા પરદેશ જેવો અનુભવ થવો તેવુ બની શકે છે. માણસનો સ્વભાવ રહ્યો છે કે પોતાને તે પારકા બનાવી શકે છે અને પારકાને પોતીકા માની લે છે, તેથી આવો અનુભવ થવો અચરજ પમાડે તેવો નથી. આજે માણસ જ્યારે “ પ્રોફેશનલ” બની ગયો છે ત્યારે આવી શક્યતાઓ જન્મ લેતી હોય છે. મને થયેલો આ અનુભવ મને સાચા અર્થમા “વિશ્વમાનવી” થયાનો સાચો અર્થ પુરો પાડે છે. આજે “વિશ્વમાનવી” નો સાચુકલો અર્થ સમજાય રહ્યો છે ત્યારે દેશ-પરદેશ કહ્યા કરતા “ દેશ-પર-દેશ” આવુ કહેવુ યોગ્ય લાગે છે. આનો અર્થ કઇ રીતે લેવો તે તમારા પર છે.

Advertisements

Read Full Post »

MY INDIA“દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે,
વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે”

સંજય મેકવાનની આ પંક્તિ મારા મુખ પર રમતી રહે છે… હવે એ દિવસ દૂર નથી જ્યારે એ જ માની ગોદમા “હુ” હોઇશ. ભૂમિમાતા સાદ આપી રહી છે…! સૌરાષ્ટ્રમા તેને “સાકરે” કહે છે : “તું આવ અહીં, તું આવ અહીં” !! આવામા મારી ભાવનાઓને  દબાઇને બેસી રહુ તે કેમ ચાલે ??

મારુ ઘર, ફળિયુ, સીમ, એ તળાવ અને એ મારો રૂમ ….બધા જ મને સાદ આપી રહ્યા છે. વિશાળ આંગણુ, આંગણા આવેલો કુવો (જોકે હવે તે કૂવો નથી રહ્યો ) , મળશકે સંભળાતા એ મધુર નાદ, સીમમા સરગવાના તરુવરો…. મારા પ્રિય આંબા, આ બધુ યાદ આવતાની સાથે મન ખરેખર ભરાઇ આવે છે. અત્યારે અહીયા થંડીનુ પ્રમાણ વધી રહ્યુ ત્યારે ત્યાની તાપણી બહુ યાદ આવે છે, જે મજા એ તાપણીમા હતી એ આ ઇલેક્ટ્રીક હીટરમા ક્યા શોધવી ?? કદાચ આને જ “ઘરઝરુપો” વર્તાયો હોય તેવુ કહેવાતુ હશે.

વતનથી દૂર થયે (શારિરીક રીતે) જાણે સદીયો વીતી ગઇ હોય તેવુ લાગે છે… મનમા એવો ઉત્સાહ છે કે તેને શબ્દોમા ઢાળવુ મારા માટે અશકય છે. સિડનીથી નીકળીશ ત્યારે કેવુ લાગશે ?? ત્યા પહોચવાની ઘડી જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ મારુ મન કેવી ફીલીંગ કરશે ? બા, પપ્પા,મમ્મી, ભાઇ, બહેન અને મારા પ્રિયજનો તેમજ સ્વજનોને પહેલી વાર જોઇશ ત્યારે કેવી લાગણી અનુભવીશ… આવા અસંખ્ય પ્રશ્નો મનમા થયા કરે છે. જેમ જેમ જવાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ દિવસો પણ લાંબા થતા જાય તેવુ થયા કરે છે…! આ લાગણીને , આ ઉત્સાહનુ વર્ણન કરવુ ખરેખર ……..????

ગણતરીના દિવસોમા ત્યા હોઇશ …એ વાત મને માથે ઊભેલી પરિક્ષાને પણ ભુલાવી દે છે… આ ખોટુ ,,, પણ શુ કરે ?? જે છે એ તો રહેવાનુ જ !!  એક અનેરો અનુભવ છે, જે કદાચ આ પછી ક્યારેય પ્રાપ્ત નહી થાય.

Read Full Post »