Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘અનુભુતી’

( પલંગ પરથી જમીન પર પગ મુકતા પહેલા વાંચવાની ટેવ હવે પડી ગઇ છે. ગુજરાતી છાપુ તો અહીંયા નથી મળતું, તેથી રાત્રે જે વાંચ્યુ એ જ પુસ્તક સાથે રાખીને સુઇ જવાનું અને સવારે ઊઠીને પહેલા એમાંથી કઇક વાંચીને જ દિનચર્યાની શરુઆત થાય. આજે એવું કઇક વાંચવા મળ્યું જે મારા અત્યારના સમયને 110% મેચ થાય છે… વાંચીને હસવું આવ્યું અને અહેસાસ પણ થયો કે “લાઇફ ઇઝ લાઇક ધેટ” )

હવે જે વાંચ્યુ તેની વાત …

જૂના જમાનાની વાત છે. ગ્રીસ દેશના સ્પાર્ટા નામે રાજયમાં એક જુવાન રહેતો. પિડાર્ટસ એનું નામ. ભણીગણીને તે વિદ્રાન બન્યો હતો. હવે એ નોકરીની શોધમાં હતો. તેવામાં ખબર મળી કે રાજયમાં ત્રણસો જગ્યાઓ ખાલી છે. એણે તરત  અરજી કરી.

પરંતુ પરિણામ જાહેર થતાં જણાયું કે પિડાર્ટસને નોકરી માટે પસંદ કરવામાં નહોતો આવ્યો. મિત્રોને લાગ્યું કે વિદ્વાન પિડાર્ટસ બાપડો બહુ દુ:ખી થયો હશે, તેથી બધા તેને આશ્વાસન આપવા ગયા.

એમની વાત સાંભળીને પિડાર્ટસ હસતાં બોલ્યો: “એમાં દુ:ખી થવા જેવું શું છે ? મને તો ઊલટાનો એ જાણીને આનંદ થયો કે, આપણા રાજયમાં મારા કરતાં પણ વધુ લાયક ત્રણસો માણસો છે.”

  • મુકુલ કલાર્થી
Advertisements

Read Full Post »

છેલ્લા કેટલાય દિવસથી સંબંધ નામના તુફાનથી લડી રહી છુ. કેવી રીતે, કઇ રીતે એ કહેવુ અને જાણવુ અહીયા ગૌણ છે. પણ આમાથી જે કાઇ શીખવા મળ્યુ અને જે ખરેખર શીખવા જેવુ છે તે જરુર કહીશ. માણસ જન્મે છે ત્યારથી સંબંધ નામની “અજબ ગજબ સૃષ્ટિ” રચાય જાય છે. માતાના ગર્ભથી લઇને મોર્ડન જમાનામાં ઇન્ટરનેટ સુધીના સંબંધો સાથે આપણે જીવી રહ્યા છે. આ સંબંધ સુખદાયી છે કે દુ:ખદાયી? વિષાદગ્રસ્ત છે કે ઉલ્લાસપૂર્ણ? અને છેલ્લે “ક્ષણજીવી છે કે ચિરંજીવી??” આ પ્રશ્ન હંમેશા દરેકને સતાવતો હોય છે. બહારથી સુખદાયી દેખાતા સંબંધ દુ:ખદાયી પણ હોઇ શકે. ઉલ્લાસપૂર્ણ relationshipદેખાતા સંબંધ વિષાદગ્રસ્ત હોય શકે….!! હોય છે.

માણસ જેટલી ઝડપથી, આતુરતાથી સંબંધ બાંધવા તૈયાર હોય છે એટલી જ આતુરતાથી સંબંધને નીભાવવા માટે કે વિકાસવવા માટે જાગ્રુત્ત હોતી નથી. આજે આ વાત વધારે સમજાય રહી છે. પ્રેમ, સમર્પણ , ત્યાગ અને મુખ્યત્વે સમજણ ન હોય ત્યાં સંબંધ ટકતો નથી. અને ટકે તો જીવાતો નથી. જ્યા આ બધાનુ મહત્વ સમજી શકાતુ હોય, જ્યા આ બધી જ બાબતોની સાવધાની રાખવામા આવતી હોય ત્યાં જ સાચા સંબંધ જોવા મળે છે. આવા સંબંધને હુ “જીવાતા સંબંધ” કહુ છુ.

આજના આ પ્રોફેશન જમાનામાં આવા “જીવાતા સંબંધ” બહુ ઓછા જોવા મળે છે. બહુ ઓછાના નસીબમાં આવા સાચા સંબંધ હોય છે. અમુક પાસે હોય છે ત્યારે તેની દ્ર્ષ્ટિ તેને સાથ નથી અપતી હોતી. જ્યા સ્નેહ હોય, સમર્પણ હોય, સમજણ હોય ત્યા જ “જીવાતા સંબંધ”ને સ્થામ મળતુ હોય છે. આજકાલ સંબંધો “વન-વે” થઇ ગયા છે. સ્વાર્થ અને અપેક્ષાઓનુ પ્રમાણ વધ્યુ છે, સંબંધમાં આ બે બાબતો હોય જ છે, હોવી જોઇએ પણ જ્યારે તે જરુર કરતા વધારે વધી જાય ત્યારે સંબંધોના આ સમુદ્રમા ઓટ આવે છે.

premarital counselor-relationshipઆવુ કેમ થતું હોય છે ?? તે પ્રશ્ન મને હંમેશા મુંઝવ્યા કરે છે. જેના માટે ક્યારેય વિચાર્યુ પણ ન હોય તે માણસ અમુક પ્રકારના ખેલ ખેલીને જતો રહે છે. આવા સમયે મુરખ આપણે બન્યા કે સામે વાળો તેનો તાળો કાઢવો મુશ્કેલ બની જાય છે. બહુ વિચાર્યા પછી લાગી રહ્યુ છે કે સામે વાળા માટે સંબંધ “એક રમત” હોઇ શકે. કોઇ એક ચોક્કસ નિર્ણય પર આવવું ખુબ જ કઠીન છે. આ બધામાં જ્યા સુધી મારુ માનવું છે ત્યાં સુધી લાગે છે કે સૌથી મોટી ખામી જો કોઇનામાં હોય તો તે “પોતાના” માં છે. આપણે કાયમ સામેવાળાને આપણા જેવાં બનાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ શકય નથી જ …. એના બદલે આપણે સામે વાળાને અનુકૂળ થવુ જ પડે છે , જે છે એ સ્વીકારીને ચાલવામાં આવે તો જ સંબંધોને જીવી શકાય છે. લીમડો કડવો કેમ હોય છે તે પ્રશ્નમા પડયા વગર તેની કડવાશને સ્વીકારીને તેનાં ગુણને પારખવા જોઇએ. એક જ વ્યક્તિ એક રૂપે બરાબર ન હોઇ એમ બને પણ બીજા રૂપે તે તમારી ચઢિયાતી હોય એ વાત ન ભૂલવી જોઇએ. કોઇ વ્યક્તિ સગા કે સંબંધી તરીકે બરાબર ન હોય પણ મિત્ર તરીકે દિલોજાન હોય, પાડોશી તરીકે કજિયાખોર હોય પણ સમાજમાં સેવાભાવી હોય — કોઇ એક સ્વરુપે અયોગ્ય લાગતી વ્યક્તિ બીજા સ્વરુપે ઉમદા જ હોય છે. જરુર છે સાચી દ્ર્ષ્ટિ કેળવવાની. ગમે તેવા અભિપ્રાયો પકડીને રાખીને જીવવાને બદલે તટસ્થ બનીશુ તો સામેવાળા આપણને એટલા ખામીવાળા નહી લાગે.

જ્યા ફેરફાર શકય જ નથી ત્યા સ્વીકારીને જીવતા આવડી જશે ત્યારે આવા “જીવાતા સંબંધ”ને સ્થાન મળશે. ત્યારે જ …..

“મેરા મુજ મેં કુછ ભી નહીં,

જો કુછ હૈ, વો  તેરા હૈ ” ની ભાવના કેળવાશે. બાકી તો જે છે એ જ રહેવાનુ …. !

Read Full Post »

સર્વત્ર અજંપાભરી શાંતિની વચ્ચે આજે આત્માના આ પ્રદેશમા ફરવાની અનુભુતી અનોખી લાગી રહી છે, એક વિશેષ આનંદ મળી રહ્યો છે. દુનિયાથી દૂર એક અલગ જ ચેતનાની દુનિયામા ફરવાની મજા શુ છે તે અત્યારે અનુભવી રહી છુ. જીવને એ જ શીખવ્યુ છે કે સામે વાળાની ખુશીમા જ તમારી ખુશી હોવી જોઇએ…આજે એકદમ જ વિચાર આવે છે કે શુ સામે વાળાને પણ આટલી પરવા હશે ?? સામેવાળા પાસે ક્યારેય કોઇ જાતની અપેક્ષા નથી જ રાખી તેમ છતા આજે ક્યાક એવુ અનુભવાય છે કે મનના એક ખુણામા આ અપેક્ષા છુપાયેલી છે જ …!!  જે ક્ષણ તમને નાસીપાસ થવા મજબુર કરે ત્યારે આવા (ના આવવાના) વિચારો આવે જ રાખે છે.

આજના આવા સમયે થાય છે કે આવી કોઇ માથાકુટમા પડયા કરતા પોતાના પડછાયા સાથે જ આત્મીય સંબંધ બાંધવામા જ ખરી મજા છે. બધી જ મોહમાયાથી દુર જો આત્માના આ પ્રદેશની મુસાફરી કરવામા આવે તો ઘણુ શીખવા મળે એમ છે. સોડાના ઉભરાની જેમ ઉભરતી લાગણીઓ તો ક્ષણિક હોય છે પરંતુ તેની અસર બહુ ખતરનાક હોય છે. જીવનમા “સેટલ” થવા માટે આ સમજવુ અનિવાર્ય છે. હમણા જ ઓર્કુટ પર ગની દહીવાલા સાહેબની પંકિત ટેગલાઇનમા ટાંકી હતી…

“શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ ઉપર મને,

રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇ”                                         આત્મા મિલન

આ બધાથી છુટવાનો એકમાત્ર રસ્તો છે…..”સમર્પણ”, ખોટી અને પ્રમાદી આશાઓનો ત્યાગ કરવો જરુરી છે. એવી દરેક આશાઓનો ખંતપૂર્વક પરિત્યાગ કરવામા આવે તો જ અનુભુતી શકય છે.  જીવનનાં આકર્શણોનુંય બહુ હોય છે ને? આપણને જે પ્રાપ્ત કરવાની બહુ જ ઇચ્છા હોય, અપેક્ષા હોય, ઉત્કંઠા હોય, આશાયેશ હોય, તે મળતાં ની સાથે આપણે હરખથી પુલકીત થઈ જઈએ. આનંદ ક્યાય સમાવાતો નથી અને ક્ષણ પછી? નવી આકાંક્ષાઓ, નવી નવી  અપેક્ષાઓ, આ પહેલા પ્રાપ્ત થયેલા લક્ષ્યનું બધું આકર્ષણ ઓસરી જાય છે. આનાથી ઊલટુ પણ થતુ હોય છે, પણ વાસ્તવિકતાનો સામનો કરવો જ રહ્યો. 

“જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,

મન પહોંચતાં જ પાછું ફરે એમ પણ બને ”

આ બધુ ત્યારે અનુભવાય છે જ્યારે અપેક્ષાઓ જરુર કરતા વધારે વધી જાય. આવી અનુભુતી દરેકની થતી રહે છે. તેને વાચામા કહેવી કે સમજાવવી મુશ્કેલ છે, તેમ છતા આવી નાકામ કોશિશ કરી છે. જીવનમા સાચી પ્રસન્નતા મેળવવા માટે દિવ્ય ચેતનમા પ્રવેશવુ જરુરી છે, આ ઉપરાંત નિ:સ્વાર્થ કર્મ કર્યાની લાગણી અને તે કર્યાનો આનંદ પ્રાપ્ત થાય ત્યારે સમજવુ કે …”” The only journey is the journey within….!!”” થવાની અનુભુતીથી  પ્રાપ્ત થઇ રહી છે.

સાથોસાથ એક વાત યાદ રાખવા જેવી છે….

“જીવનમાં સમય સાથે લાગણીઓ
બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો.
સમય બદલાય પણ
લાગણીઓ ન બદલાય
તેવા માણસોની સંગત કરો….”


Read Full Post »