Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘My Activity’ Category

છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોતી હતી એ આખરે મળી જ ગયું. અહી સિડનીમાં મારી પાસે પુસ્તકોની તંગી છે. માતૃભાષા ગુજરાતીની અહી વાત થાય છે … 🙂 અહિયા આવવાનું થયું ત્યારે મારી લાઈબ્રેરીમાંથી ઘણા પુસ્તકો લાવવાની ભાવના હતી પરતું ચાલતી પરંપરાને કોણ રોકી શકે.. લાચાર એવી હું પણ એમાંથી બાકાત ના રહી શકી અને ણા છુટકે અથાણા, છુંદા, પાપડ અને નાસ્તા જ લાવવા પડ્યા. હવે તો શિપિંગ કરાવીશ ત્યારે જ મારા પુસ્તકો મને મળશે ત્યાર સુધી આ રીતે ઓનલાઈન ચલાવવું રહ્યું. ઓનલાઈન ખાસ મજા નથી આવતી પણ ના કરતા કાના મામા સારા. ..બહુ સારા. શ્રી અરવિંદ નિવાસ , વડોદરા “અર્પણ” નામનું મેગેઝીન પકાશિત કરે છે. દર મહિને પ્રકાશિત થતા આ મેગેઝીનમાં આધ્યામિક વિકાસ તેમજ જીવન જીવવા માટે ઉપયોગી એવી ઘણી સરસ વાતો, પ્રસંગો , માતાજી સાથે થયેલ સવાલ-જવાબ, સાવિત્રીની કેટલીક કંડિકાઓ સાંકળવામાં આવે છે. ઓનલાઈન મેગેઝીન માટે શ્રી અરવિંદ આશ્રમનો દિલથી આભાર. નીચેની લિંક પર ક્લીક કરવાથી આ પત્રિકાને વાંચી શકો.

http://beta.sriaurobindoashram.org.in/php/SriAurobindoAshram/-09%20E-Library/-05%20Magazines/Arpan%20(Gujarati)/2013/-04_April/

 

Advertisements

Read Full Post »

રજનીભાઇની કોમેન્ટ મળ્યા બાદ થયુ કે તેમની ફરિયાદ સાચી છે, દેશમા આવ્યા પહેલા ઘણુ બધુ કરવાનુ વિચાર્યુ હતુ, પરંતુ “અપની મરજી સે કહા અપને સફર કે હમ હે” …એટલે દરેક વસ્તુ કે બાબત આપણી ધારણા મુજબ નથી હોતી. સંજોગો આમા મહત્વનો ભાગ ભજવતા રહે છે. વેલ, 32 દિવસથી કોઇ પોસ્ટ નથી..તેની પાછળ પણ આવા જ કામના- ન કામના સંજોગો જવાબદાર છે.

આ સાથે વિચાર આવ્યો કે લખુ તો શુ લખુ ??? આવા જ સમયે મારા “કલેકશન લેટરની ફાઇલ” હુ વાંચી રહી હતી. 2001થી હુ સાહિત્ય પ્રેમી બની છુ, ત્યારથી લઇને આજ સુધીની મારી દરેક સ્પીચ, મારુ મનગમતુ લેખન, પત્રવ્યવહાર, મને ગમતા લેખ અને મારા પોતા વિશે આવેલો ડાયરીના લેખો વગેરેનો સમાવેશ થાય છે. આ બધુ વાંચવાની મજા જ કઇક અનોખી છે. આવુ ઘણુ કલેકશન છે, આ બધાને સિડની લઇ જવુ અત્યારે શકય નથી. તેથી અહીયા આવ્યા બાદ જ તેની મજા માણી શકાય, જે અત્યારે એન્જોય કરી રહી છુ. વેલ આ જ કલેકશનમાથી “રાષ્ટ્રીય એકતા” વિશે વાંચ્યુ. મને યાદ છે કે આ લખાણ મારે એક લેખન સ્પર્ધામા મોકલવાનુ હતુ, જેમા મે “ત્રીજુ” સ્થાન મેળવ્યુ હતુ. લખાણની તારીખ હતી – 21/11/2003. એ સમયે જે લખ્યુ હતુ તે કદાચ આજે મામુલી લાગે પરંતુ આજથી 5 વર્ષ પહેલા હુ આવી લખી શકતી હતી તે વાતનો આનંદ છે. એ પણ ત્યારે જ્યારે મારી પાસે વાંચન માટે પુરતા સોર્સ ન હતા. એ જ લખાણ આજે બ્લોગ દ્વારા તમારા સુધી લઇ જવુ ગમશે.

રાષ્ટ્રીય એકતા

રાષ્ટ્રીય એકતાનો સાદોસીધો અર્થ કરવો હોય તો મારે એટલુ જ કહેવુ છે કે રાષ્ટ્રના લોકો, નાગરિકો, રાષ્ટ્રની પ્રજા હળીમળીને , સંવાદિતા પૂર્વક, ભાઇચારાની ભાવનાથી, સરાસ્તિત્વ પામે એ જ સાચી રાષ્ટ્રીય એકતા છે. જે રાષ્ટ્રની પ્રજા એકબીજાની સાથે કોમના નામે, સંપ્રાદયના નામે, અંદરોઅંદર લડે અને દેશમા હુલ્લડો થાય, ભાગફોળ થાય, જાનહાનિ થાય અને દેશના ટુકડા થવાની શકયતા ઊભી થાય એ રાષ્ટ્રીય એકતા સામેનો મોટામા મોટો ખતરો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આપણી આપણી આપણા દેશ માટે જ નહી પરંતુ આપણા રાજય માટે પણ આવો ખતરો સામે ઊભીને અટ્ટહાસ્ય કરી રહયો છે. મને અહીયા એક વાર્તા રૂપક તરીકે રજુ કરવાનુ મન થાય છે.

ગામના પાદર પર આવેલા તળાવમા દેડકાઓ રહેતા હતા. એક દિવસ ગામના છોકરાઓ ત્યા આવી પહોચ્યા. ટોળટપ્પા પૂરા થયા પછી રમત શરૂ થઇ. તળાવમાથી બહાર આવેલા દેડકાઓ પર પથરા ફેકવાનુ શરૂ થયુ. નિશાન સફળ થાય તો દેડકો મરી જાય અને ચૂકી જવાય તો દેડકો બચી જાય, થોડાક દેડકા મરી ગયા અને ઘણા ઘાયલ થયા. રમત ઠીક ઠીક ચાલી રહી હતી ત્યારે દેડકાઓનો રાજા તળાવમાથી બહાર આવ્યો. એણે બે હાથ જોડી છોકરાઓને વિનંતિ કરી: હે બાળકો! તમે હવે તમારી રમત બંધ કરો એવી મારી તમને પ્રાર્થના છે. તમારે માટે જે રમત છે,તે અમારે માટે તો જીવનમરણનો પ્રશ્ન છે. હવે મહેરબાની કરીને ખમૈયા કરો.

ભારતના કરોડો ગરીબ હિન્દુઓ અને મુસલમાનોને જો વાચા ફુટે તો તેઓ આજના ભ્રષ્ટરાજકારણીઓને આવી જ પ્રાર્થના કરે. રાજકારણ રમત બની ગઇ છે. આજકાલ ધર્મને નામે ઇન્સાનિયત ક્ષિણ થતી ચાલી છે અને સેતાનયત જોર પકડતી જાય છે. ઇન્સાનિયત અને સેતાનયત હકિકતમા પૂરેપૂરી બિનસાંપ્રદાયિક (સેકયુલર) બાબતો છે. દાઉદ ઇબ્રાહીમ અને લતીફની ટોળકીમા હિન્દુઓ પણ હોય છે તેમજ વિરપપ્નની ટોળકીમા મુસલમાન પણ હોય છે. ગુંડાગીરીનો કોઇ ધર્મ નથી હોતો. સેતાનની કોઇ કોમ નથી હોતી. ધાર્મિક હોવુ અને ધર્મ ઘેલા હોવુ એ બે વચ્ચેનો તફાવત સમજાય જાય તો રાષ્ટ્રીય એકતા જલ્દીમા જલ્દી સ્થપાય એવુ બને. ધાર્મિકતાને કારણે માણસને વિવેકની આંખ મળે છે. પરંતુ આજે ધર્મને બદલે, ધાર્મિકતાને બદલે કેવળ અને કેવળ ધાર્મિક કટ્ટરવાદ જ ફેલાતો જોવા મળે છે. ધર્મ ઘેલછાની વાત કરીએ તો હિન્દુઓ પછાત છે અને મુસલમાનો વધારે પછાત છે. બન્ને કોમો વચ્ચે પછાતપણાનો જે તફાવત છે, તે કોમીતનાવ માટે અને હુલ્લડો માટે જવાબદાર છે.

સંસ્કૃતિના ચાર સ્તંભો છે. રાષ્ટ્રીય એકતાના મુળમા પણ આ ચારેય સ્તંભો આવી જાય છે. આ બાબતો તે કળા, સાહિત્ય સંગીત અને સંસ્કાર. આ ચારેય બાબતો ધર્મ અને કોમથી પર છે તેથી કોઇ હિન્દુને ..કલાકારો જેવા કે, દિલિપકુમાર, શાહરુખખાન, સલમાનખાન. ગઝલકાર ગુલામઅલી, મહેદીહસન, ઝાકીર હુસેન કે બિસમિલ્લા ખાન પારકા નથી લાગતા. આવી સાંસ્કૃત્તિક ધરોહર પર ભારતના હિન્દુ મુસલમાનોનો અધિકાર સરખો છે. રામાયણ અને મહાભારત આપણી જ ભારતીય સંસ્કૃતિના મહાન કાવ્ય છે. ધર્મો જુદા હોય તોય ભારતની આ બન્ને કોમોની સંસ્કૃતિ એક જ છે.

રાષ્ટ્રીય એકતામા ધર્મ, સંપ્રાદય અને શિક્ષણ ધારે તો ઘણુ કરી શકે તેમ છે. વેદમા ક્યાક લખ્યુ છે……..

(આ બે લાઇન અહી નહી દર્શાવી શકુ, વરસાદના પાણી કબાટમા ઉતરવાથી ફાઇલ એક વાર પલળી ચુકી છે….કાઇ દેખાતુ નથી અને યાદ પણ નથી કે શુ લખ્યુ હતુ..પણ તેનો ભાવાર્થ લખેલો છે…)

અર્થાત અમને ચારેય દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. વિચાર મંદિર છે, વિચાર મસ્જિદ છે, વિચાર પ્રભુનો પ્રસાદ છે, વિચાર સોમનાથ તોડે છે અને વિચાર સોમનાથ સર્જે પણ છે. વિચારની અયોધ્યા અને વિચારની લંકા !!! વિચારનુ વૃન્દાવન અને વિચારનુ મહાભારત !!! વિચારનુ મક્કા તેમજ જેરૂસલેમ અને વિચારનુ વારાણસી !!યાદ રહે કે શ્રી રામ પરમ સ્વસ્થ હતા, ક્રુષ્ણ સ્થિતપ્ર હતા, બુધ્ધ કરુણામૂર્તિ હતા, મહાવીર અહિંસામૂર્તિ હતા, ઇસુ પ્રેમ મૂર્તિ હતા અને મહંમદ શાંતિ તેમજ નેકીના મસીહા હતા. આપણે ઝનુનના શરણે જઇએ છીએ ત્યારે વિચારશુન્યતાના ગુલામ બનીએ છીએ. અહી મને એક સાચા ઇસ્લામી નેતા શ્રી જાવેદ હબીબ ના શબ્દો યાદ આવે છે, બાબરી મસ્જિદ એકશન કમિટીના આ નેતા કહે છે….

” મુસ્લિમ નેતાઓની મુખ્ય સમસ્યા એ છે કે તેમને ફક્ત મુસ્લિમ સમસ્યાઓની જ ફિકર છે. ત્રાસવાદ, કોમવાદ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર જેવી સમસ્યાઓ વિષે તેઓ ક્યારેય પોતાના વિચારો વ્યકત કરતા નથી. બિનસાંપ્રદાયિક હિન્દુઓ આ દેશને ક્યારેય એક ધર્મસત્તાક રાષ્ટ્ર બનવા નહી દે.”

સ્વરાજ મળ્યા પછી કોઇ મુસ્લિમ નેતાના મુખેથી આનાથી ચઢિયાતુ સત્ય કદી ઉચ્ચારાયુ નથી. સ્વારાજ મળ્યા પછી મુસ્લિમોનુ પછાતપણુ કોંગ્રેસે પોષ્યુ અને હવે એ કામ કહેવાતા સેક્યુલારિસ્ટો, ડાબેરીઓ કરી રહ્યા છે. બન્ને કોમોને કડવી છતા સાચી હકિકત કહેવાનુ તેમને ગમતુ નથી. અયોધ્યાની ઘટના પછી ઘણુ બગડ્યુ છે અને ગોધરા અનુ-ગોધરા પછી તો રાષ્ટ્રીય એકતાના જાણે કે લીરેલીરા ઉડી ગયા છે. તેમ છતાં, એક વાત ચોક્કસ છે કે બન્ને કોમને હવે ધીમે ધીમે એક વાતનો ખ્યાલ આવતો જાય છે ,  બન્ને કોમ આ દેશની છે અને બન્ને આ જ દેશમા સાથે જીવવાની છે. આ દેશની સમસ્યાઓ માત્ર હિન્દુઓની નથી, બધાની છે. આપણે સાથે જીવવાનુ છે અને મરવાનુ છે. સૌને પોતપોતાનો ધર્મ પાળવાની છુટ છે. પરંતુ  નાગરિકધર્મનો ઉલ્લઘન થાય ત્યારે સરકાર આગળ સૌ સરખા. હિન્દુ-મુસ્લિમ સમસ્યા આપણા દેશની અને આપણા રાજકારણની સૌથી જુની અને સૌથી સ્ફોટક સમસ્યા છે. સૌને સંમતિ આપવાની ઉક્તિનો પૂર્વાધ {ઇશ્વર અલ્લાહ તેરે નામ} સતત બોલવા અને દ્ર્ઢપૂર્વક  આચરવા બદલ. મહાત્મા ગાંધીને ગોળીએ દેવામા આવ્યા, એ આ દેશની સૌથી મોટી કરુણાતિંકા છે. ખાલિસ્તાનના નામે શ્રીમતિ ઇન્દિરાગાંધીની હત્યા એ કરુણાતિંકાનો એક બીજો ભાગ છે. ગોધરા અને અનુ-ગોધરા એ આ કરુણાંતિકાનો ત્રીજો અંક છે. આ દેશને હવે કેટલા હુલ્લડો જોવાના છે? મને લાગે છે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ હવે સાથે મળીને પોતપોતાના હ્રદયમા ઊંડુ ડોકયુ કરે, આત્મમંથન કરે અને ‘રાષ્ટ્રધર્મ’ એ જ સાચો ધર્મ છે એવુ સહહ્ર્દયતા પૂર્વક સ્વીકારે ત્યારે જ ર રાષ્ટ્રીય એકતા સંભવિ શકે તેમ છે. મને વિખ્યાત શાયર દુષ્યન્ત  કુમારની બે પંક્તિઓ યાદ આવે છે…(આ શાયરની પીડામા, વેદનામા અને અનુકંપામા મારી વેદના પણ આવી જ જાય છે….”ઇશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન”)

“હો ગઇ હે પીર પર્બત સી પીગલની ચાહીએ,

ઇસ હિમાયલ સે કોઇ ગંગા નીકલની ચાહીએ.

સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહી,  

મેરી કોશિશ હે કિ યે સુરત બદલની ચાહીએ.

તેરે સીને મે નહી તો મેરે સીને મે સહી,

હો કહી ભી આગ લેકિન આગ જલની ચાહીએ.

આપણા હ્રદયમા નફરતની આગ નહી પરંતુ પ્રેમની જયોત પ્રગટે એ રાષ્ટ્રીય એકતામા પ્રાણ પૂરનારી બની શકે છે ખાલી ખાલી હવે ધર્મનુ પ્રદશન હવે બંધ થવુ જોઇએ. “હમ સબ ભારતીય હે” એ ગીત હવે કેવળ મોઢાના શબ્દોને બદલે હ્રદયનો ભાવ બનવો જોઇએ. તહેવારોની ઉજવણી એ હવે એક રાષ્ટ્રીય ભાવનાનુ પ્રતીક બનવુ જોઇએ. આપણા રાજકારણીઓએ બિનસાંપ્રદાયિકતાના નામે આપણને ઘણા મુર્ખ બનાવ્યા છે. હવે આપણે જ સાચા અર્થ સર્વધર્મ સમભાવ કેવળવવા મથવુ પડશે.  વિશ્વ હિન્દુ પરિષદ કે સીમી જેવા કટ્ટરવાદી સંગઠનોથી દુર રહીને આપણે જાતે જ રાષ્ટ્રીય પ્રવાહમા ભળવાની નિષ્ઠાપૂર્વકની કોશિશ કરવી પડશે, વન્દેમાતરમ હવે કેવળ હિન્દુઓનુ જ નહી, મુસલમાનોનુ પણ હ્રદયગાન બનશ ત્યારે આ દેશની ક્ષિતિજ પર  રાષ્ટ્રીય એકતાનો ચાંદ પૂર્ણ કળાએ ખીલશે. ખોખલી ધાર્મિકતા અને જુઠ્ઠી બિનસાંપ્રદાયિકતાના મહોરા પહેરીને ફરનારા કહેવાતા મહંત મુલ્લા અને પાદરીઓ જો સાચા અર્થમા એકબીજાને ભેટે તો આ દેશ ફરીથી ‘સુજલામ સુફલામ મલયજસિતલામ’ બની શકે છે તેમ છે. ડૉ. ઇકલાબે જે રાષ્ટ્રને સારે જહા સે અચ્છા કરીને શ્રધ્ધાંજલી આપીનએ ભારતમાતા ફરીથી નવજાગૃતિ પામે અને રાષ્ટ્રીય એકતા પામે એવી આરઝુ સાથે ફરી એ જ પ્રાર્થના, “ ઇશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન”

Read Full Post »

સુર સંવાદ

 

હુ અને મારુ વિશ્વ !! મારા વિશ્વમા મારી મનગમતી પ્રવૃતિ કરવાની તક મળી તે જ મારા માટે ગર્વની વાત છે.  સિડની આવ્યા બાદ જેટલુ ખોયુ છે તેનાથી બે ગણુ મેળળ્યુ તેની મને ખુશી છે.  કાઇ ખાસ ખોયુ હોઇ તેવુ નથી લાગતુ પરંતુ ઘર અને વતનથી માઇલો દૂર રહીને આવી અનુભુતી થાય તે સ્વાભાવિક છે. 

આજકાલ હુ મારી મનગમતી પ્રવૃતિમા પ્રવૃત છુ. મારી મનગમતી પ્રવૃતિ એટલે મારો રેડિઓ. અમારો રેડિઓ. છેલ્લા બે વર્ષથી સિડનીમા કાર્યરત એવો રેડિઓ  “સુર-સંવાદ”. ગુજરાતની ધરતીનો બુલઁદ સાદ એટલે સુર-સંવાદ !!  દર રવિવારે બપોરના 3 થી 4 ,(Australian Eastern Standard Time)  89.3 FM રેડિઓ એટલે “સુર-સંવાદ”. રેડિયાના host આરાધના ભટ્ટ  જે રીતે કાર્ય કરી રહ્યા છે તે તારીફે કાબીલ છે.  સુર-સંવાદ બ્લોગ પર તમે રેડીઆનો ઓવરવ્યુ મેળવી શકો છો.

ત્રણ મહીનાથી હુ પણ સુર-સંવાદ સાથે જોડાયેલી છુ. સંવાદ અને લોકમંચ  મા હુ ભાગ લઇ ચુકી છુ. ભવિષ્યમા આ જ રીતે મારી મનગમતી  પ્રવૃતિમા પ્રવૃત રહીશ.  “જીવ છે સાહિત્ય અને લેખનનો” સાંભળીને જે લાગણી અનુભવુ છુ તેની માટે શબ્દો નથી. સિડની આવ્યા બાદ મારા માટે આ સંવાદ સાંભળવા મળે તેનાથી મોટી વાત કઇ હોઇ શકે ??

 

Read Full Post »