Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Introduction’ Category

વર્ષોથી જેની રાહ જોતા હોઇએ, એ દિવસ આવ્યા બાદ એ રાહ, એ લાગણી, એ ઉત્સાહ એ જ રીતેનો રહેતો હોય છે જે પહેલા હતો. પરદેશથી દેશની સુધીની મારી સફર એવી રહી જેવી મારા માનસપટ પર મે કોતરીને રાખી હતી?? જવાબ “હા” અને “ના” બન્ને છે. મારા પ્રેમના પ્રદેશમા આવ્યાને આજે 20 દિવસ થઇ ગયા. શુ પામ્યુ અને શુ ગુમાવ્યુ આ બે પ્રશ્નો નો તાળો હુ હંમેશા કાઢતી રહુ છુ. જે દિવસની તત્પરતાથી રાહ જોતી હતી , તે દિવસ આવી પહોચ્યો અને તેમાથી શુ ઇચ્છા મુજબનુ થયુ અને શુ નહી તેનો તાળો પણ મેળવવો જ રહ્યો. જીવનને ખુબ જ નજીકથી નિહાળ્યા બાદ જો આ રીતે તાળો મેળવીને પરિણામ વિશે જાણવામા ન આવે તો જીવનના સુવર્ણકાળ સુધી નથી પહોચી શકાતુ, આવુ મારુ માનવુ છે.

મનોમન હુ કાયમ ભારતની ધરતી પર જ હોઉ છુ, સિડનીમા રહીને પણ આવો અહેસાસ મને કાયમ થતો રહ્યો છે. આજે મારા ભારતની ધરતી પર છુ ત્યારે તેનો અહેસાસ શબ્દોમા ઢાળી શકાય તેમ નથી જ. એક એક પળ જેની ઝંખના રહેતી તેના ખોળામા આજે છુ ત્યારે જીવી લેવા માંગુ છુ, જીવી રહી છુ. ક્યાક વાંચ્યુ હતુ કે દેશથી આટલો બધો પ્રેમ હતો ત્યારે દેશ છોડીને ગયા જ કેમ ?? જવાબ સરળ છે, પ્રશ્ન મુશ્કેલ છે. એક વિધાર્થી જીવનમા મે દેશને છોડયો હોય તેવુ ના કહી શકાય, પરંતુ બીજી બાજુ એક સત્ય એ પણ છે કે હવે હુ કદાચ જ પાછી ફરી શકુ. આ “કદાચ” મા હા અને ના બન્ને છુપાયેલા છે. જેવો જેનો દ્રષ્ટિકોણ !!

દેશ-પરદેશ પરથી એ જ કહેવા માંગુ છુ કે પોતાનો દેશ એ પોતાનો જ હોય છે, પરંતુ જે દેશ એ તમને સ્વીકાર્યા, જેવા હતા તેવા સ્વીકાર્યા !! તમને દુનિયા જોવાની તક આપી, એ ધરતીને તમે કઇ રીતે ભુલી શકો. સિડનીને હુ મારી કર્મભુમિ કહુ છુ, ઘણુ બધુ આપ્યુ છે સિડનીએ. હુ તેના આ કરજને કઇ રીતે ભુલી શકુ, જ્યાથી મને મારુ અસ્તિત્વ પ્રાપ્ત થયુ તેને હુ કઇ રીતે નજરઅંદાજ કરી શકુ. આજે, અત્યારે સિડનીને ખુબ મીસ કરુ છુ. આજે અનુભવુ છે કે દેશ-પરદેશ જેવુ કશુ હોતુ નથી, પરદેશમા પણ પોતાના દેશનો અનુભવ કરવો અને પોતાના દેશમા પરદેશ જેવો અનુભવ થવો તેવુ બની શકે છે. માણસનો સ્વભાવ રહ્યો છે કે પોતાને તે પારકા બનાવી શકે છે અને પારકાને પોતીકા માની લે છે, તેથી આવો અનુભવ થવો અચરજ પમાડે તેવો નથી. આજે માણસ જ્યારે “ પ્રોફેશનલ” બની ગયો છે ત્યારે આવી શક્યતાઓ જન્મ લેતી હોય છે. મને થયેલો આ અનુભવ મને સાચા અર્થમા “વિશ્વમાનવી” થયાનો સાચો અર્થ પુરો પાડે છે. આજે “વિશ્વમાનવી” નો સાચુકલો અર્થ સમજાય રહ્યો છે ત્યારે દેશ-પરદેશ કહ્યા કરતા “ દેશ-પર-દેશ” આવુ કહેવુ યોગ્ય લાગે છે. આનો અર્થ કઇ રીતે લેવો તે તમારા પર છે.

Advertisements

Read Full Post »

મારા “હુ” ની વિશે …..

Dipu

હેલ્લો ઓલ,

હુ દિપાલી પટેલ. વડોદરાથી. આજકાલ સિડનીમા છુ અને જીવનને નજીકથી નિહાળી રહી છુ. મારા “હુ”ની વિશે કહેવુ એ થોડુ મુશ્કેલ છે. અશક્ય નથી જ … તેમ છતા મારા “હુ”ની વિશે જાણવા તમારે મને મળવુ જ રહ્યુ. અને તેથી જ આજે 27 ફેબ્રુઆરીના રોજ તમને મળવા આવી છુ. હવેથી આ જ રીતે મુલાકાત થતી રહેશે. હજી બ્લોગમા કાઇ બહુ સમજણ નથી પડતી પરંતુ ધીમે ધીમે થઇ જશે. મારા બ્લોગમા હુ શુ લખીશ તે પર્શ્ન મને હંમેશા રહયો છે, પછી થયુ શરુઆત તો કરુ બધુ આપોઆપ થઇ જશે. અહીયાના વ્યસ્ત જીવનમા હુ મારી આ પ્રવૃતિને ન્યાય આપી શકીશ કે નહી ??? તેમ પણ થયુ… પરંતુ અઁદરથી એક જ અવાજ આવ્યો જ્સ્ટ સ્ટાર્ટ ઇટ બસ !!

21 વર્ષની મારી આ જીઁદગીમા મે ઘણુ બધુ જોઇ લીધુ. અનુભવએ આમા મહત્વનો ભાગ ભજવ્યો છે તેમ કહી શકુ. આ કેવી રીતે કહી શકુ તે કહેવા માટે તત્પર છુ , પરંતુ સમયની આ મારામારીમા અત્યારે નહી શકુ. તેથી માત્ર મારા અસ્તિત્વની ઓળખ.

નામ : દિપાલી રાજેન્દ્ર પટેલ. (દીપુ)

           દિપાલી જ્યોતિ પટેલ.

ઉઁમર : 21 વર્ષ

જન્મભૂમી : કોયલી,વડોદરા. (ગુજરાત)

કર્મભૂમી તેમજ શબ્દભૂમિ  : સિડની. (ઓસ્ટ્રેલિયા)

અભ્યાસ : Master of Accounting (Pursuing)

વ્યવસાય : વિધાર્થી અને Junior Accountant

આ થયુ પ્રાથમિક… આ સિવાય –> ગુજરાતી સાહિત્યમા રચીપચી રહુ છુ. મારા શોખમા વાંચન, લખાણ, ફોટોગ્રાફી, સંગીત, ટ્રાવેલિંગ અને તમારા જેવા નવા મિત્રોને મળવુ.  પરિવાર અને મિત્રો મારુ જીવન છે. તેમના માટે હુ કાઇ પણ કરી છુટવા હઁમેશા તૈયાર હોવ છુ અને રહીશ. મારા “હુ”ની વિશે એટલુ જ કહીશ…((જે હુ બધાને કહેતી હોવ છુ !))

“” પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે “”

આ જ રીતે મળતા રહીશુ. મારા વિશે પણ જણાવીશ,  પરંતુ અત્યારે સમય મને બોલાવી રહ્યો છે. આઇ મીન કે જોબ પર જવાનો સમય થઇ ગયો છે. તમારા ફાળવેલા સમય માટે આભારી છુ. {તમારા તરફ્થી કોઇ પણ જાતનુ }મળેલ સુચન અને સલાહ મારા માટે પ્રગતિના પંથ તરફનુ એક નવુ પગલુ હશે. આ કેમ કહ્યુ તે તમારે સમજવાનુ હો !!

Read Full Post »