ભારત, 1983 વિશ્વ કપની જીતના અગ્રણી ખિલાડી મોહિંદર અમરનાથને બી.સી.સી.આઇએ વર્ષ 2008-2009 માટે સી.કે.નાયડુ ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ આપવાનું નક્કી કર્યુ છે.
અમરનાથ ક્રિકેટ જગતમાં ‘જિમ્મી’ના નામેથી ઓળખાય છે. 1969-1989 સુધી ભારતીય ક્રિકેટ ટીમનાં અગ્રણી ખેલાડી તરીકે અને અત્યારે ક્રિકેટ એનાલિસ્ટ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. 1969માં ઓસ્ટ્રેલિયન ટીમથી શરુઆત કરનાર આ ક્રિકેટર 1981-1982ની સાલમાં રણજી ટ્રોફી જીતનાર દિલ્હી ટીમના સુકાની રહી ચૂક્યા છે. આ જ સમય દરમિયાન અમરનાથે 11 ટેસ્ટ મેચો રમી જેમાં 5 પાકિસ્તાન અને 6 વેસ્ટઇન્ડિઝ વિરુધ્ધ હતી, આ બન્ને સિરિઝમાં અમરનાથે 1000 ઉપર સ્કોર હાંસિલ કર્યો હતો. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ સુકાની તેમજ મોહિંદર અમરનાથના પિતા શ્રી લાલા અમરનાથ 1994થી શરૂ થયેલ આ પુરસ્કારના પ્રથમ હકદાર હતાં, કે જેઓએ બાંગ્લાદેશ તેમજ મોરક્કો જેવી રાષ્ટ્રીય ટીમોને કોચીંગ આપ્યું હતું તેમજ રાજસ્થાનની રણજી ટ્રોફી ટીમને પણ કોચીંગ આપવામાં મદદરૂપ બન્યાં હતાં.
લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ તેમજ 15 લાખ રુપિયા સાથે બી.સી.સી.આઇ.ના સમારોહ દરમ્યાન અમરનાથનું સન્માન કરવામાં આવશે. અમરનાથે 1969 થી લઇને 1988 સુધીમાં 69 મેચોમાં 4378 રન બનાવ્યાં હતાં. આ ઉપરાંત 85 વન ડે મેચમાં ભાગ લઇને 1924 રન બનાવ્યાં. 1983ના વિશ્વ કપમાં સેમીફાઇનલ તેમજ ફાઇનલ બન્નેમાં મેન ઓફ ધી મેચનું બીરુદ મેળવનાર મોહિંદર અમરનાથને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ મેળવવા બદલ અભિનંદન.
સી.કે.નાયડુ લાઇફ ટાઇમ એચીવમેન્ટ મેળવનાર ભૂતપૂર્વ વિજેતાઓ:
1994 – Lala Amarnath
1995 – Syed Mushtaq Ali
1996 – Vijay Hazare
1997 – K.N. Prabhu
1998 – Polly Umrigar
1999 – Hemachandra Adhikari
2000 – Subhash Gupte
2001 – Mansoor Ali Khan Pataudi
2002 – Bhausaheb Nimbalkar
2003 – Chandrakant Borde
2004 – Bishan Singh Bedi, Bhagwat Chandrasekhar, Erapalli Prasanna, Srinivas Venkataraghavan
2007 – Nariman Contractor
2008 – Gundappa Viswanath