Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘સત્ય-અસત્ય-અર્ધસત્ય’ Category

આ ટાઇટલ જોઇને તરત જ કોઇને નવાઇ લાગે તે સ્વાભાવિક છે. એક તાજમહેલ અને એમાં ચાર ચાર મુમતાજ?? ઇતિહાસકારોને બાદ કરતાં કોઇક જ આ વાત પર વિશ્વાસ કરે કે આ વાત સાચી હોઇ શકે પરંતુ આ હકિકત છે.

શાહજહાં અને મુમતાજના પ્રેમના પ્રેમની નિશાની એટલે તાજમહેલ. આ મશહૂર તાજમહેલમાં મુમતાજ સિવાય શાહજહાંની ત્રણ બેગમોના મકબરા છે. જે મુખ્ય મકબરા એટલે મુમતાજ મહલના મકબરાની જેમ જ મુગલ વાસ્તુકલાના શ્રેષ્ઠ નમુના છે. હાલના સમયમાં આ શ્રેષ્ઠ નમુના એ.એસ.આઇ [Archaeological Survey of India] ના કબજામા છે.

મુગલ બાદશાહ શાહજહાંએ મુમતાજના મૃત્યુ બાદ તેની યાદમાં તાજનું નિર્માણ સન 1631 થી 1653 દરમ્યાન કરાવ્યું હતું. પ્રેમની આ નિશાનીને જોવા માટે આજે લાખો લોકો દેશ-વિદેશથી લાંબા થાય છે એટલે કે જોવા માટે આવે છે, તોને આ વાતનો જરાક પણ અહેસાસ નહી, જાણ નહી હોય કે ખુબસુરત તાજમાં શાહજહાંની એક નહી…બીજી ત્રણ રાણીઓના મકબરા પણ હોય શકે છે…અને જે છે. બબ્બે વખત તાજમહેલ જોયાં બાદ મને પોતાને આ વાત આજે ખબર પડે છે, અત્યારે થાય છે કે આવા કોઇ પણ ઐતોહાસિક સ્થળની મુલાકાતે જવું હોય તો તેની પૂરેપૂરી માહિતી મેળવ્યા બાદ જ જવું જોઇએ. પાછળથી આવી રસપ્રદ વાત જાણવા મળે ત્યારે અફસોસ થાય છે કે આ રહી ગયુ….!! જે માત્ર જવા ખાતર જતા હોય તેને આ વાત લાગુ નથી પડતી.

તાજના પૂર્વીય ગેટની ડાબી બાજુ બનેલ ખંડ (વર્તમાન સમયમાં આ જગ્યા સી.આઇ.એસ.એફ [The Central Industrial Security Force ] ના કબ્જામાં છે) ની ઉપર શાહજહાંની બેગમ ઇઝુન્નિસાનો મકબરો સ્થિત છે. ઇઝુન્નિસા મુગલ બાદશાહ અકબરના નવરત્નમાં શામિલ અબ્દુલ રહીમ ખાનખાનાની પૌત્રી હતી. શાહજહાં સાથે લગ્ન કર્યા બાદ ઇઝુન્નિસાને “અકબરાવાદી મહેલ બેગમ”નો ખિતાબ આપવામાં આવ્યો હતો. એ.એસ.આઇના કહેવાના મુજબ શાહજહાંએ તાજના નિર્માણ દરમ્યાન સન 1631 થી 1648ના સમયગાળા દરમ્યાન આ મકબરા બનાવવામાં આવ્યો હતો. મકબરામાં અકબરાવાદી મહેલ બેગમની સફેદ સંગેમરમરની કબ્ર સ્થિત છે, જેનાં પર પથ્થરના જુદાં જુદાં રંગના નાના ટુકડાથી બનાવેલ ફૂલની આકૃતિ ચિતરવામાં આવી છે, જે મુગલકાલીન કારીગરીનો બહેતર નમૂનો છે.

આ જ પૂર્વ ગેટની જમણી બાજુ બનેલ ખંડ ( વર્તમાન સમયમાં અહીં પોસ્ટ ઓફિસ બનાવેલી છે) ની ઉપર શાહજહાંની બેગમ ફતેહપૂરી મહલ બેગમનો મકબરો સ્થિત છે. આ મકબારાનું નિર્માણ સન 1639 થી 1648ના સમયગાળા દરમ્યાન થયું હતું.

આ સિવાય તાજના પૂર્વ ગેટની બહાર ગૌશાળાની સામે શાહજહાંની ત્રીજી પત્ની સરહિંદી બેગમનો મકબરો તેમજ મસ્જિદ સ્થિત છે. જે અન્ય મકબરાની જેમ્ મુગલ વાસ્તુકલાનુ એક ઉદાહરણ છે. સરહિંદી બેગમ સરહિંદ કે ગવર્નરની પુત્રી હતી અને તેના મકબરાનું નિર્માણ બાકીના મકબરા સાથે જ કરવામાં આવ્યું.

આશ્ચર્યની વાત તો એ છે એ આ મકબરા સુધી કોઇ પહોંચી નથી શકતું. દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ પેમના પ્રતીકને નીહાળવા માટે આવે છે પરંતુ આ મકબરા સુધી જનાર પ્રવાસીની સંખ્યા શૂન્ય છે. કારણ એ છે કે તાજમહેલની અંદર કોઇ જગ્યાએ આ વાતનો ઉલ્લેખ નથી કે આ વિશેની જાણકારી આપનાર પણ કોઇ નથી કે શાહજહાંની અન્ય બેગમોના મકબરા પણ આ ભવ્ય સ્મારકમાં છે.

આ ઉપરાંત એ.એસ.આઇ. એ અકબરાવાદી મહલ બેગમ તેમજ ફતેહપૂરી મહલ બેગમના મકબરા સુધી પહોંચાડતા માર્ગ પર તાળાં મારી રાખ્યા છે. અહી સી.આઇ.એસ.એફ. ના જવાન પોતાની ફરજ બજાવતાં કાયમ હાજર હોય છે. સરહિંદી બેગમનો મકબરો ખુલ્લો છે, પરંતુ સ્મારકનો એક ભાગ હોવા છતાં તે ગેટની બહાર છે, આવામાં ત્યાં કોઇ પહોંચી નથી શકતું. આ વિશે જેને જાણકારી હોય અને જેઓ આ સ્મારકોની વિઝિટ કરવા માંગતા હોય તેને તાજ સહાયકો પૂરતો સહકાર આપે છે. હજી તમારમાંથી કોઇ તાજમહેલ જોવા જઇ રહ્યાં હોય અથવા જવાનુ પ્લાનીંગ હોય તેઓ સહાયકોની મદદથી આ મકબરા સુધી પહોંચી શકે છે. So get ready for ths….:)

Advertisements

Read Full Post »

ગઇકાલે રાત્રે “2012” નુ ટ્રેલર જોયુ. રોમાંચક લાગ્યુ. આ પહેલા 21,ડિસેમ્બર-2012ના પ્રલય અને માયાનીઝમની થીયરી વિશે પરિચિત હતી. આને અંધ શ્રધ્ધા માનવી કે ઉભુ કરેલુ સત્ય કે ખરેખરનુ સત્ય માનવુ?? પહેલા તો કાઇ ના સમજાયુ પરંતુ આ મુવિનુ ટ્રેલર જોઇને લાગ્યુ કે શુ ખરેખર પ્રલય થશે કે આ માત્ર પ્રચાર હોઇ શકે?

થોડુ આ મુવિ વિશે વાત કરીયે તો – “2012” એ Roland Emmerich દ્વારા દિગ્દર્શિત એક હોલિવુડ ફિલ્મ છે. જે નજીકના ભવિષ્યમા રિલીઝ થશે અને આપણા માટે (કદાચ) રોચક બની રહેશે. લગભગ 13 નવેમ્બર એ રિલિઝ થવાની શકયતા છે.

2012 Is it true?Guatemalaમા (સેન્ટ્રલ અમેરિકામા આવેલ એક દેશ વીચ ઇઝ bordered by Mexico) 2012ની વાતથી ઘણા લોકો પિડાય રહ્યા છે અને વાતથી ડરીને ઘણા ખરાએ આત્મહત્યા પણ કરેલ છે. કુદરતી આફતો સામે પણ માનવીએ કઇ રીતે લડવુ તે આ ફિલ્મમા બતાવવામા આવ્યુ છે. કુદરતી આફત સામે ક્યારેય કોઇ ટકી શક્યુ છે ?? એમાય જ્યારે દુનિયાના જ પ્રલયની વાત થતી હોય ત્યારે એમા ઘણા ખરા આવા નાકામ પ્રયત્નોથી બચી જાય તેમા કેટલુ તથ્ય છે ?? આ પ્રચાર છે કે બીજુ કાઇ ??

આવા સમયે થાય છે કે હોલિવુડ કેવી કેવી બાબતોમાથી કમાણી કરી લેતુ હોય છે !! સાચુ  કેટલુ અને ખોટુ કેટલુ તો કોઇને ખબર નથી..તે તો 2012મા જ ખબર પડશે પણ  હોલિવુડએ પોતાની કમાણીનુ સાધન ઊભુ કર્યુ તે વાતમા કોઇ શંકા નથી. આ સાથે બીજી  પણ એક વાત ધ્યાનમા લેવા જેવી છે કે બોલીવુડને કેમ આવુ નથી સુઝતુ ?? પ્રેમ  કહાનીઓ અને ધમાલ-મસ્તી વાળી ફિલ્મો બનાવવી એ એક પેશો બની ગયો છે.  Wednesday, Mumbai meri jaan કે Firaaq જેવી સત્ય હકિકત પર ફિલ્મો આવે  ત્યારે થાય કે યાર આનુ નામ ફિલ્મ!! અહીયા બોલીવુડ સામે આંગળી ચિંધવાનો હેતુ નથી  જ પણ જ્યારે 2012 જેવા ફિલ્મની વાત આવે ત્યારે આવા વિચારો સ્વાભાવિક રીતે  આવી જાય.

Read Full Post »