Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘યોગ્ય-અયોગ્ય’ Category

જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે તેઓ કોઇએ નહીં જાણ્યો હોય. મારા પિતા ઝીણાંમાં ઝીણાં કામ પણ પણ નોકરચાકર પાસે નહીં, પણ મારી પાસે જ કરાવતા. પાણી જોઇતું હોય કે પગ ચાંપવાના હોય, કંઇ પણ કામ હોય કે મને બૂમ પાડી જ છે. મારા તરફ એમની આસક્તિ કંઇક અલૌકિક હતી.

તે દિવસે હંમેશની રીત પ્રમાણે હું પદ દબાવતો હતો. પગ દાબતાં દાબતાં એમ વિચાર થયા કરે કે આજે છૂટી મળી જાય તો સારું – નાટક જોવાય. કહેવા ગયો, “બાપુ…” પણ બાપુ સાંભળે શેના? જાણી ગયા ખરા કે આજે છોકરાનું ચિત્ત ક્યાંક ચોટેલું છે. બીજી વાર કહ્યું “બાપુ, આજે ભારે નાટક છે, ” તોયે જવાબ ના મળ્યો. પણ મને તે દિવસે એવો તો મોહ લાગ્યો હતો કે હું ચેતું શેનો ? ત્રીજી વાર કહ્યું, “આજે ભારે નાટક છે, બાપુ, જોવા જાઉં?” “જ…જાઓ.” એ શબ્દ એમના મોંમાંથી નીકળ્યા, પણ એનો અર્થ “ના જાઓ” એમ જ હતો. છતાં આપણે તો ગયા.

નાટકનો પહેલો જ પડદો ખૂલેલો હતો, અને હું તો નાટકનો ભારે રસ લેવાને તત્પર થઇ રહેલો હતો. તેવામાં ઘરેથી એક જણે આવીને ખબર આપ્યા, “બાપુ તો ઘેર રોઇને માથું કૂટે છે.” હું તરત નીકળી આવ્યો. ઘેર જઇને બાપુની માફી માગી. કંઇ પણ બોલ્યા નહીં. એક પણ કડવો શબ્દ કહ્યો નથી. પોતે જ રોઇને, માથું કૂટીને પોતાનો અણગમો બતાવ્યો.

તે દિવસથી, તેમની જિંદગીમાં તો મેં કદી નાટક નથી જોયો.

  • મો. ક. ગાંધી [ અરધી સદીની વાંચનયાત્રા : 2]

Read Full Post »

તા.28 જુન,2009 વડોદરા સિટી ભાસ્કરમા આવેલ “નેટ માધ્યમથી અંગત પળોની અભિવ્યક્તિ” આજે ફરીથી એક વાર વાંચી ત્યારે થયુ ખરેખર આવુ થાય છે ખરુ? આ માત્ર મારા પૂરતી વાત કરુ છુ. બાકી જે બ્લોગર રેગ્યુલર પોસ્ટ કરે છે તેમની તરફથી તો બહુ બધી અભિવ્યક્તિ મળતી રહે છે. આવા બ્લોગર મિત્રોને ધન્યવાદ આપવાનુ મન થાય છે કે આ એક નિયમ તેમને વ્યસ્ત જીવનમા પણ જાળવી રાખ્યો છે.

અઠવાડિયામા એક પોસ્ટ કરવાનો નિયમ તો મે પોતે પણ લીધો હતો, પરંતુ કેટલો અમલમા લેવાય રહ્યો છે તે હુ જ જાણુ છુ ! નવરાશ હોવા છતા આવુ થાય ત્યારે સ્વીકારવુ રહ્યુ કે આપણામા “સેલ્ફ ડિસિપ્લીન” જેવુ કઇક ખુટે છે તે ચોકકસ. આવા સમયે સંજોગને ગૌણ રાખવા.

આ જ વસ્તુ મે દિપ્તીબહેનને ત્યારે જ કહી હતી કે “હુ બ્લોગ લખવામા રેગ્યુલર નથી, આ વાતનો મને પોતાને અફસોસ છે પણ સચ્ચાય આ જ છે. તમારે લખવુ જ હોય તો જે સાચે જ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે,તેમના વિશે લખો. હુ 6-7 નામ આપુ છુ.” પરંતુ વડોદરા પુરતુ હોવાથી તેમની જીદથી આવી ગયુ મારા બ્લોગ વિશે. આ ખરેખર યોગ્ય કહેવાય કે નહી એ પ્રશ્ન આજ દિન સુધી સતાવતો રહ્યો છે.

blog

 

Read Full Post »