Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘જીન્દગીનુ સત્ય’ Category

આજે નેટ સર્ફિંગ દરમ્યાન એક વિડીયો જડી આવ્યો. જોયો.. ! અદભૂત. આમ તો આ વિડિયો એડ  માટે બનાવવામાં આવ્યો છે પરંતુ જો એને કૈક અલગ રીતે જોવામાં આવે તો મારા વિચારોમાં હું નીચે મુજબનું તારણ કાઢી શકુ.

સગપણ

વિચાર આવ્યો કે આપણા સમાજ માં મોટા ભાગની સ્ત્રીની જિંદગી આમ જ પસાર થઇ જાય છે. એના સપના વિષે, એની ઈચ્છાઓ વિષે ખરા અર્થમાં કોઈ દરકાર કરે છે ખરું? કાયમ દિલથી જીવનારી અને સંવેદનાને સાથે લઇ ને ફરનારી સ્ત્રીની ખરા અર્થમાં આજે કેટલા પતિ કાળજી રાખે છે? આખો દિવસ થાકમાં લોથ પોથ થઇ ગયેલી સ્ત્રીને પૂછવામાં પણ નથી આવતું કે આજે એનો દિવસ કેવો રહ્યો, કેવી રીતે એને દિવસ પસાર કર્યો વગેરે! સ્ત્રીને માત્ર પત્ની તરીકે જોવામાં આવે છે એટલે કદાચ આમ બનતું હશે એમ હું માનું છુ, જો પત્નીને એક મિત્ર તરીકે પણ જોવામાં આવે તો આવા સવાલ થાય જ એમાં શંકાને સ્થાન નથી. સપ્તપદીના છેલ્લા ફેરામાં લીધેલા વચનને જો પાળવામાં આવે તો કદાચા આ વિડિયોમાં દર્શાવેલ “ઘટના” (અહિયા મને આ ઘટના જ લાગે છે…એ સિવાય કઈ નહિ) દરેક પત્ની સાથે બને. પણ આપણે તો જેમ જેમ લગ્ન જીવન પસાર થતું જાય એમ એમ વાસી થયેલા, ચુંથાઈ ગયેલા ફૂલ કે જુનું થયેલા , કાટ ચઢી ગયેલા કોઈ પાત્રની જેમ આપણા લગ્નજીવનને નિહાળતા હોઈએ છીએ. દરેક સાથે આમ નહિ જ બનતું હોઈ પણ એ સત્ય હકીકત દરેકે સ્વીકારવી પડશે કે લગ્ન પહેલા લાગતી ફિઆન્સ  અને લગ્ન પછી એ જ ફિઆન્સ પર જ્યારે પત્નીનું ટેગ લાગી જાય છે, એ બે માં બહુ મોટો ફરક છે. લગ્નજીવનના રોમાંચને અનુભવવું હોઈ તો આવી

ઉપરની આ વાતને બરાબર સમજવા અને તમારોસરવાળો તમારી જાતે જ માંડવા માટે નીચેનો વિડિયો નિહાળો. નાની બાબતોનું ધ્યાન રાખવું કે એ રીતે જીવવું બહુ જરૂરી

છે, રૂટિન લાઈફ્માથી સહેજ સાઈડમાં હટીને બંનેને એકબીજા સાથે થોડો સમય એકબીજા માટે કાઢવો ઘણો આવશ્યક છે. લોકો જીવે છે એમ જ જીવવું, લોકો કહે છે એમ જ રીતે જીવાઈ એ જરૂરી નથી જ . જો દરેક પતિ ક પત્ની એકબીજાની પસંદ-નાપસંદ નો સહેજ ખ્યાલ રાખીને, કાળજી રાખીને જીવે તો સોનામાં સુગંધ ભળે એમ લગ્નજીવન હરહંમેશ સુવાસિત રહે. મારું સદનસીબ છે કે મને આવા પતિ મળ્યા છે જેની પાસેથી મને કાયમ નાની મોટી સરપ્રાઈઝ મળતી રહે છે 🙂 સરપ્રાઈઝ મળે છે એ માટે નહિ પણ એક બીજાની સમજણ દ્વારા અમે બંને એકબીજાને પામી શક્યા છે, સમજી શક્યા છે, જાણી શક્યા છે.  આ પાછળના કારણમાં મને  સતત એમ લાગ્યા કરે છે કે અમે સપ્તપદીના છેલ્લા વચનને પાળવામાં-સમજવામાં  સફળ નીવડ્યા છે. મિત્રભાવ જાગે અને એ રીતે જીવવામાં આવે તો આ ખુબા જ સરળ છે અને શક્ય છે, બાકી તો જીવવા ખાતર જીવનારાની ને કાયમ ફરિયાદી જ બનનારાઓની સંખ્યા આપણા સમાજમાં ઓછી નથી.

http://www.sharedots.com/you-won-t-believe-what-he-did-for-his-wife-on-valentine-s-day-109.html

Read Full Post »

છેલ્લા કેટલાય દિવસથી સંબંધ નામના તુફાનથી લડી રહી છુ. કેવી રીતે, કઇ રીતે એ કહેવુ અને જાણવુ અહીયા ગૌણ છે. પણ આમાથી જે કાઇ શીખવા મળ્યુ અને જે ખરેખર શીખવા જેવુ છે તે જરુર કહીશ. માણસ જન્મે છે ત્યારથી સંબંધ નામની “અજબ ગજબ સૃષ્ટિ” રચાય જાય છે. માતાના ગર્ભથી લઇને મોર્ડન જમાનામાં ઇન્ટરનેટ સુધીના સંબંધો સાથે આપણે જીવી રહ્યા છે. આ સંબંધ સુખદાયી છે કે દુ:ખદાયી? વિષાદગ્રસ્ત છે કે ઉલ્લાસપૂર્ણ? અને છેલ્લે “ક્ષણજીવી છે કે ચિરંજીવી??” આ પ્રશ્ન હંમેશા દરેકને સતાવતો હોય છે. બહારથી સુખદાયી દેખાતા સંબંધ દુ:ખદાયી પણ હોઇ શકે. ઉલ્લાસપૂર્ણ relationshipદેખાતા સંબંધ વિષાદગ્રસ્ત હોય શકે….!! હોય છે.

માણસ જેટલી ઝડપથી, આતુરતાથી સંબંધ બાંધવા તૈયાર હોય છે એટલી જ આતુરતાથી સંબંધને નીભાવવા માટે કે વિકાસવવા માટે જાગ્રુત્ત હોતી નથી. આજે આ વાત વધારે સમજાય રહી છે. પ્રેમ, સમર્પણ , ત્યાગ અને મુખ્યત્વે સમજણ ન હોય ત્યાં સંબંધ ટકતો નથી. અને ટકે તો જીવાતો નથી. જ્યા આ બધાનુ મહત્વ સમજી શકાતુ હોય, જ્યા આ બધી જ બાબતોની સાવધાની રાખવામા આવતી હોય ત્યાં જ સાચા સંબંધ જોવા મળે છે. આવા સંબંધને હુ “જીવાતા સંબંધ” કહુ છુ.

આજના આ પ્રોફેશન જમાનામાં આવા “જીવાતા સંબંધ” બહુ ઓછા જોવા મળે છે. બહુ ઓછાના નસીબમાં આવા સાચા સંબંધ હોય છે. અમુક પાસે હોય છે ત્યારે તેની દ્ર્ષ્ટિ તેને સાથ નથી અપતી હોતી. જ્યા સ્નેહ હોય, સમર્પણ હોય, સમજણ હોય ત્યા જ “જીવાતા સંબંધ”ને સ્થામ મળતુ હોય છે. આજકાલ સંબંધો “વન-વે” થઇ ગયા છે. સ્વાર્થ અને અપેક્ષાઓનુ પ્રમાણ વધ્યુ છે, સંબંધમાં આ બે બાબતો હોય જ છે, હોવી જોઇએ પણ જ્યારે તે જરુર કરતા વધારે વધી જાય ત્યારે સંબંધોના આ સમુદ્રમા ઓટ આવે છે.

premarital counselor-relationshipઆવુ કેમ થતું હોય છે ?? તે પ્રશ્ન મને હંમેશા મુંઝવ્યા કરે છે. જેના માટે ક્યારેય વિચાર્યુ પણ ન હોય તે માણસ અમુક પ્રકારના ખેલ ખેલીને જતો રહે છે. આવા સમયે મુરખ આપણે બન્યા કે સામે વાળો તેનો તાળો કાઢવો મુશ્કેલ બની જાય છે. બહુ વિચાર્યા પછી લાગી રહ્યુ છે કે સામે વાળા માટે સંબંધ “એક રમત” હોઇ શકે. કોઇ એક ચોક્કસ નિર્ણય પર આવવું ખુબ જ કઠીન છે. આ બધામાં જ્યા સુધી મારુ માનવું છે ત્યાં સુધી લાગે છે કે સૌથી મોટી ખામી જો કોઇનામાં હોય તો તે “પોતાના” માં છે. આપણે કાયમ સામેવાળાને આપણા જેવાં બનાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ શકય નથી જ …. એના બદલે આપણે સામે વાળાને અનુકૂળ થવુ જ પડે છે , જે છે એ સ્વીકારીને ચાલવામાં આવે તો જ સંબંધોને જીવી શકાય છે. લીમડો કડવો કેમ હોય છે તે પ્રશ્નમા પડયા વગર તેની કડવાશને સ્વીકારીને તેનાં ગુણને પારખવા જોઇએ. એક જ વ્યક્તિ એક રૂપે બરાબર ન હોઇ એમ બને પણ બીજા રૂપે તે તમારી ચઢિયાતી હોય એ વાત ન ભૂલવી જોઇએ. કોઇ વ્યક્તિ સગા કે સંબંધી તરીકે બરાબર ન હોય પણ મિત્ર તરીકે દિલોજાન હોય, પાડોશી તરીકે કજિયાખોર હોય પણ સમાજમાં સેવાભાવી હોય — કોઇ એક સ્વરુપે અયોગ્ય લાગતી વ્યક્તિ બીજા સ્વરુપે ઉમદા જ હોય છે. જરુર છે સાચી દ્ર્ષ્ટિ કેળવવાની. ગમે તેવા અભિપ્રાયો પકડીને રાખીને જીવવાને બદલે તટસ્થ બનીશુ તો સામેવાળા આપણને એટલા ખામીવાળા નહી લાગે.

જ્યા ફેરફાર શકય જ નથી ત્યા સ્વીકારીને જીવતા આવડી જશે ત્યારે આવા “જીવાતા સંબંધ”ને સ્થાન મળશે. ત્યારે જ …..

“મેરા મુજ મેં કુછ ભી નહીં,

જો કુછ હૈ, વો  તેરા હૈ ” ની ભાવના કેળવાશે. બાકી તો જે છે એ જ રહેવાનુ …. !

Read Full Post »

વર્ષોથી જેની રાહ જોતા હોઇએ, એ દિવસ આવ્યા બાદ એ રાહ, એ લાગણી, એ ઉત્સાહ એ જ રીતેનો રહેતો હોય છે જે પહેલા હતો. પરદેશથી દેશની સુધીની મારી સફર એવી રહી જેવી મારા માનસપટ પર મે કોતરીને રાખી હતી?? જવાબ “હા” અને “ના” બન્ને છે. મારા પ્રેમના પ્રદેશમા આવ્યાને આજે 20 દિવસ થઇ ગયા. શુ પામ્યુ અને શુ ગુમાવ્યુ આ બે પ્રશ્નો નો તાળો હુ હંમેશા કાઢતી રહુ છુ. જે દિવસની તત્પરતાથી રાહ જોતી હતી , તે દિવસ આવી પહોચ્યો અને તેમાથી શુ ઇચ્છા મુજબનુ થયુ અને શુ નહી તેનો તાળો પણ મેળવવો જ રહ્યો. જીવનને ખુબ જ નજીકથી નિહાળ્યા બાદ જો આ રીતે તાળો મેળવીને પરિણામ વિશે જાણવામા ન આવે તો જીવનના સુવર્ણકાળ સુધી નથી પહોચી શકાતુ, આવુ મારુ માનવુ છે.

મનોમન હુ કાયમ ભારતની ધરતી પર જ હોઉ છુ, સિડનીમા રહીને પણ આવો અહેસાસ મને કાયમ થતો રહ્યો છે. આજે મારા ભારતની ધરતી પર છુ ત્યારે તેનો અહેસાસ શબ્દોમા ઢાળી શકાય તેમ નથી જ. એક એક પળ જેની ઝંખના રહેતી તેના ખોળામા આજે છુ ત્યારે જીવી લેવા માંગુ છુ, જીવી રહી છુ. ક્યાક વાંચ્યુ હતુ કે દેશથી આટલો બધો પ્રેમ હતો ત્યારે દેશ છોડીને ગયા જ કેમ ?? જવાબ સરળ છે, પ્રશ્ન મુશ્કેલ છે. એક વિધાર્થી જીવનમા મે દેશને છોડયો હોય તેવુ ના કહી શકાય, પરંતુ બીજી બાજુ એક સત્ય એ પણ છે કે હવે હુ કદાચ જ પાછી ફરી શકુ. આ “કદાચ” મા હા અને ના બન્ને છુપાયેલા છે. જેવો જેનો દ્રષ્ટિકોણ !!

દેશ-પરદેશ પરથી એ જ કહેવા માંગુ છુ કે પોતાનો દેશ એ પોતાનો જ હોય છે, પરંતુ જે દેશ એ તમને સ્વીકાર્યા, જેવા હતા તેવા સ્વીકાર્યા !! તમને દુનિયા જોવાની તક આપી, એ ધરતીને તમે કઇ રીતે ભુલી શકો. સિડનીને હુ મારી કર્મભુમિ કહુ છુ, ઘણુ બધુ આપ્યુ છે સિડનીએ. હુ તેના આ કરજને કઇ રીતે ભુલી શકુ, જ્યાથી મને મારુ અસ્તિત્વ પ્રાપ્ત થયુ તેને હુ કઇ રીતે નજરઅંદાજ કરી શકુ. આજે, અત્યારે સિડનીને ખુબ મીસ કરુ છુ. આજે અનુભવુ છે કે દેશ-પરદેશ જેવુ કશુ હોતુ નથી, પરદેશમા પણ પોતાના દેશનો અનુભવ કરવો અને પોતાના દેશમા પરદેશ જેવો અનુભવ થવો તેવુ બની શકે છે. માણસનો સ્વભાવ રહ્યો છે કે પોતાને તે પારકા બનાવી શકે છે અને પારકાને પોતીકા માની લે છે, તેથી આવો અનુભવ થવો અચરજ પમાડે તેવો નથી. આજે માણસ જ્યારે “ પ્રોફેશનલ” બની ગયો છે ત્યારે આવી શક્યતાઓ જન્મ લેતી હોય છે. મને થયેલો આ અનુભવ મને સાચા અર્થમા “વિશ્વમાનવી” થયાનો સાચો અર્થ પુરો પાડે છે. આજે “વિશ્વમાનવી” નો સાચુકલો અર્થ સમજાય રહ્યો છે ત્યારે દેશ-પરદેશ કહ્યા કરતા “ દેશ-પર-દેશ” આવુ કહેવુ યોગ્ય લાગે છે. આનો અર્થ કઇ રીતે લેવો તે તમારા પર છે.

Read Full Post »

MY INDIA“દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે,
વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે”

સંજય મેકવાનની આ પંક્તિ મારા મુખ પર રમતી રહે છે… હવે એ દિવસ દૂર નથી જ્યારે એ જ માની ગોદમા “હુ” હોઇશ. ભૂમિમાતા સાદ આપી રહી છે…! સૌરાષ્ટ્રમા તેને “સાકરે” કહે છે : “તું આવ અહીં, તું આવ અહીં” !! આવામા મારી ભાવનાઓને  દબાઇને બેસી રહુ તે કેમ ચાલે ??

મારુ ઘર, ફળિયુ, સીમ, એ તળાવ અને એ મારો રૂમ ….બધા જ મને સાદ આપી રહ્યા છે. વિશાળ આંગણુ, આંગણા આવેલો કુવો (જોકે હવે તે કૂવો નથી રહ્યો ) , મળશકે સંભળાતા એ મધુર નાદ, સીમમા સરગવાના તરુવરો…. મારા પ્રિય આંબા, આ બધુ યાદ આવતાની સાથે મન ખરેખર ભરાઇ આવે છે. અત્યારે અહીયા થંડીનુ પ્રમાણ વધી રહ્યુ ત્યારે ત્યાની તાપણી બહુ યાદ આવે છે, જે મજા એ તાપણીમા હતી એ આ ઇલેક્ટ્રીક હીટરમા ક્યા શોધવી ?? કદાચ આને જ “ઘરઝરુપો” વર્તાયો હોય તેવુ કહેવાતુ હશે.

વતનથી દૂર થયે (શારિરીક રીતે) જાણે સદીયો વીતી ગઇ હોય તેવુ લાગે છે… મનમા એવો ઉત્સાહ છે કે તેને શબ્દોમા ઢાળવુ મારા માટે અશકય છે. સિડનીથી નીકળીશ ત્યારે કેવુ લાગશે ?? ત્યા પહોચવાની ઘડી જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ મારુ મન કેવી ફીલીંગ કરશે ? બા, પપ્પા,મમ્મી, ભાઇ, બહેન અને મારા પ્રિયજનો તેમજ સ્વજનોને પહેલી વાર જોઇશ ત્યારે કેવી લાગણી અનુભવીશ… આવા અસંખ્ય પ્રશ્નો મનમા થયા કરે છે. જેમ જેમ જવાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ દિવસો પણ લાંબા થતા જાય તેવુ થયા કરે છે…! આ લાગણીને , આ ઉત્સાહનુ વર્ણન કરવુ ખરેખર ……..????

ગણતરીના દિવસોમા ત્યા હોઇશ …એ વાત મને માથે ઊભેલી પરિક્ષાને પણ ભુલાવી દે છે… આ ખોટુ ,,, પણ શુ કરે ?? જે છે એ તો રહેવાનુ જ !!  એક અનેરો અનુભવ છે, જે કદાચ આ પછી ક્યારેય પ્રાપ્ત નહી થાય.

Read Full Post »

Papaઆજે 14મી જુન, મારા પપ્પાનો જન્મદિવસ. સવારે ઉઠીને પહેલા પપ્પાને ફોન જોડ્યો, ત્યાના સમય મુજબ હજી તે સુતા હતા તેથી એક કલાક બાદ ફરીથી ફોન દ્વારા તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. જન્મદિવસનો ઉત્સાહ કઇક અનેરો જ હોય છે, પરંતુ મારા પપ્પા માટે નહી !! તે હંમેશા કહે કે જીવનનુ એક વર્ષ ઓછુ કરે એવા આ દિવસને હુ કઇ રીતે ધામધામ ધૂમથી ઉજવુ? હજી સુધી તેમનુ આ ગણિત મારા મગજની બહાર છે. તેમને ના તો કેક જોઇએ કે ન તો કોઇ પ્રકારની ગિફટ. આ બધાથી તે કાયમ દૂર જ રહે. જે દિવસને હુ વર્ષનો સૌથી મહત્વનો દિવસ માનુ એ જ દિવસને પપ્પા…….???? જ્યારથી આ સમજણ મળી ત્યારથી હુ તેમને કાયમ સાદાયથી જ મુબારક પાઠવુ. આજે પણ એ જ રીતે તેમને શુભેચ્છા પાઠવી. આને કદાચ બીજી રીત કહી શકાય. જે શબ્દોમા નથી કહી શકાતુ તે આ રીતે શબ્દદેહે જ સહી….. આમ નહી તો હુ પપ્પાનો જન્મદિવસ આ રીતે ઉજવીશ !

મને કાયમ સવાલ રહેતો કે મારા ઘરમા સાહિત્યપ્રેમી કોઇ નથી તો મારામા કેવી રીતે ઉતરી આવ્યુ ?? ખબર પડી કે પપ્પાને પણ મારી જેમ જ હતા પરંતુ સમયે સાથ ન આપતા તેમને બધુ જ માળીયે મુકી દીધુ. મને તે કાયમ કહે કે બેટા એક ચોક્કસ સમય હોય છે જેમા તમારે તમારુ મનગમતુ કામ કરી લેવુ …. ફરી ફરીથી એ સમય પાછો નથી આવતો. તેમને ધાર્યુ હોત તો આજે એમની મનગમતી પ્રવૃતિમા મશગુલ રહી શક્યા હોત પરંતુ …?? આવી કળા કે આવડત કે શોખ સાચા અર્થમા “ગોડ ગિફટેડ” હોય છે. મને કાયમ લાગ્યા કર્યુ છે કે મારી પાસે જે કાઇ છે એ “પપ્પા ગીફટેડ” છે. મને જે કાઇ મળ્યુ છે તે મારા પપ્પા તરફથી. “મા” નુ સ્થાન જીવનમા આગવુ હોય જ છે પરંતુ “પપ્પા” એ મારા અસ્તિત્વનુ જવાબદાર વ્યક્તિત્વ છે. મને યાદ નથી કે પપ્પા મારી સામે કદી ઉંચા અવાજે બોલ્યા હોય કે મને ક્યારેય ધમકાવી હોય !! તેમનો હક બનવા છતા આ હકનો ઉપયોગ તેમને ક્યારેય કર્યો નથી. મારા દરેક હુકમ અને મારી એકે એક જીદનો ક્યારેય વિરોધ તેમને નથી કર્યો. પોતાનો વિચાર તેમને ક્યારેય નથી કર્યો, કાયમ બીજા માટે જીવનારા મારા પપ્પા …..સાચા અર્થમા મારુ ઘડતર છે.

જીવનમા આવતી દરેક પરિસ્થિતિનો સામનો સામી છાતીએ કરવો, આવી પડેલ કોઇ મુશ્કેલીથી ડરીને ક્યારેય પીછે હઠ નહી કરવી, આ શીખવનાર “મારા પપ્પા”. તેમનો સ્વભાવ બીલકુલ શાંત, જ્યા બોલવા જેવુ હોય ત્યા પણ તે ચૂપ રહેવામા જ માને. પોતાની વેદના બીજા સમજે કે ન સમજે પરંતુ સામેવાળા અજાણતા પણ દુખી ન થાય તેનુ તે હંમેશા ધ્યાન રાખે. સાદગી અને સરળતાભર્યા જીવનમા કેવી મજા રહેલી છે તેના સાચા પાઠ મે પપ્પા પાસેથી શિખ્યા. અમારા પરિવારના આ “બાગબાન” 47 વર્ષથી બીજા માટે જીવતા આવ્યા છે. 23 વર્ષની ઉંમરથી આખા પરિવારની જવાબદારી તેમને ઉઠાવી છે, આજ સુધી તે ક્યારેય પોતાની જવાબદારીમાથી ચુકયા નથી.

બહારથી વ્રુક્ષની જેમ કઠોર દેખાતા પપ્પાની અંદર રહેલી ભિનાશને હુ અનુભવી શકુ છુ. અમુક ઉંમર પછી “બાપ અને દિકરી” મા કોઇક જાતનુ અંતર આવી જતુ હોય છે….આવુ લોકો કહે છે. સાચુ પણ છે. પરંતુ આ અંતર જેટલુ વધારે તેટલી નજદીકયા વધારે….! આજના આ શુભ અવસરે આ જ મારી અમુલ્ય ગીફટ ! આ સિવાય પપ્પાને નજીકના ભવિષ્યમા મળવાનો ઉત્સાહ…….@@

HAPPY BIRTHDAY PAPA ….!! Many Many Returns Of Day !

Miss u a lot…Love u !

Read Full Post »

સર્વત્ર અજંપાભરી શાંતિની વચ્ચે આજે આત્માના આ પ્રદેશમા ફરવાની અનુભુતી અનોખી લાગી રહી છે, એક વિશેષ આનંદ મળી રહ્યો છે. દુનિયાથી દૂર એક અલગ જ ચેતનાની દુનિયામા ફરવાની મજા શુ છે તે અત્યારે અનુભવી રહી છુ. જીવને એ જ શીખવ્યુ છે કે સામે વાળાની ખુશીમા જ તમારી ખુશી હોવી જોઇએ…આજે એકદમ જ વિચાર આવે છે કે શુ સામે વાળાને પણ આટલી પરવા હશે ?? સામેવાળા પાસે ક્યારેય કોઇ જાતની અપેક્ષા નથી જ રાખી તેમ છતા આજે ક્યાક એવુ અનુભવાય છે કે મનના એક ખુણામા આ અપેક્ષા છુપાયેલી છે જ …!!  જે ક્ષણ તમને નાસીપાસ થવા મજબુર કરે ત્યારે આવા (ના આવવાના) વિચારો આવે જ રાખે છે.

આજના આવા સમયે થાય છે કે આવી કોઇ માથાકુટમા પડયા કરતા પોતાના પડછાયા સાથે જ આત્મીય સંબંધ બાંધવામા જ ખરી મજા છે. બધી જ મોહમાયાથી દુર જો આત્માના આ પ્રદેશની મુસાફરી કરવામા આવે તો ઘણુ શીખવા મળે એમ છે. સોડાના ઉભરાની જેમ ઉભરતી લાગણીઓ તો ક્ષણિક હોય છે પરંતુ તેની અસર બહુ ખતરનાક હોય છે. જીવનમા “સેટલ” થવા માટે આ સમજવુ અનિવાર્ય છે. હમણા જ ઓર્કુટ પર ગની દહીવાલા સાહેબની પંકિત ટેગલાઇનમા ટાંકી હતી…

“શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ ઉપર મને,

રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇ”                                         આત્મા મિલન

આ બધાથી છુટવાનો એકમાત્ર રસ્તો છે…..”સમર્પણ”, ખોટી અને પ્રમાદી આશાઓનો ત્યાગ કરવો જરુરી છે. એવી દરેક આશાઓનો ખંતપૂર્વક પરિત્યાગ કરવામા આવે તો જ અનુભુતી શકય છે.  જીવનનાં આકર્શણોનુંય બહુ હોય છે ને? આપણને જે પ્રાપ્ત કરવાની બહુ જ ઇચ્છા હોય, અપેક્ષા હોય, ઉત્કંઠા હોય, આશાયેશ હોય, તે મળતાં ની સાથે આપણે હરખથી પુલકીત થઈ જઈએ. આનંદ ક્યાય સમાવાતો નથી અને ક્ષણ પછી? નવી આકાંક્ષાઓ, નવી નવી  અપેક્ષાઓ, આ પહેલા પ્રાપ્ત થયેલા લક્ષ્યનું બધું આકર્ષણ ઓસરી જાય છે. આનાથી ઊલટુ પણ થતુ હોય છે, પણ વાસ્તવિકતાનો સામનો કરવો જ રહ્યો. 

“જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં,

મન પહોંચતાં જ પાછું ફરે એમ પણ બને ”

આ બધુ ત્યારે અનુભવાય છે જ્યારે અપેક્ષાઓ જરુર કરતા વધારે વધી જાય. આવી અનુભુતી દરેકની થતી રહે છે. તેને વાચામા કહેવી કે સમજાવવી મુશ્કેલ છે, તેમ છતા આવી નાકામ કોશિશ કરી છે. જીવનમા સાચી પ્રસન્નતા મેળવવા માટે દિવ્ય ચેતનમા પ્રવેશવુ જરુરી છે, આ ઉપરાંત નિ:સ્વાર્થ કર્મ કર્યાની લાગણી અને તે કર્યાનો આનંદ પ્રાપ્ત થાય ત્યારે સમજવુ કે …”” The only journey is the journey within….!!”” થવાની અનુભુતીથી  પ્રાપ્ત થઇ રહી છે.

સાથોસાથ એક વાત યાદ રાખવા જેવી છે….

“જીવનમાં સમય સાથે લાગણીઓ
બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો.
સમય બદલાય પણ
લાગણીઓ ન બદલાય
તેવા માણસોની સંગત કરો….”


Read Full Post »

 

Mom & Me

 

27મી ડિસેમ્બર, 2008 ના દિવસે વિદેશની ધરતી પર મમ્મી એ સૌ પ્રથમ ડગ માંડ્યુ. 1 વર્ષ અને 10 દિવસના સમયગાળા બાદ મમ્મ્મીને મળવાનો જે આનઁદ પ્રાપ્ત થયો તેને શબ્દોમા ઢાળવુ મુશ્કેલ જ નહી, અશકય છે. બસ ત્યારથી લઇને 15મી માર્ચ, 2009 સુધી હુ ફરી એક વાર બાળપણમા ખોવાય ગઇ હતી, , 21 વર્ષની “હુ” ફરીથી એક વાર એકાદ વર્ષની બની.  પરંતુ “” આજે હુ ફરીથી એકવીસ વર્ષની થઇ……..”” છેલ્લા બે દીવસથી આ જ લાગણી અનુભવી રહી છુ. પહેલા લાગ્યુ 2-3 કલાક લાગશે પછી બધુ હતુ તેવુ થઇ જશે, પરંતુ અત્યારની મિનીટ સુધી એવુ કઇ નથી થયુ જે હુ વિચારતી હતી, તેથી મારી આ લાગણીને આજે વાચા આપવાનુ નક્કી કર્યુ. સવારે જોબ જતી વખતે સતત આ જ વિચાર કે હજુ 2 દિવસ પછી પણ હુ આમાથી બહાર કેમ નથી આવી શકતી ?? લાગણીને વાચા ન અપાય તેમ છતા આજે એક નિષ્ફળ પ્રયત્ન કરુ છુ.

આજે મારા માનસપટ 78 દિવસના એ દ્શ્યો તરી આવે છે જે અમે સાથે વિતાવ્યા. ખબર નહી કેમ…પરંતુ આજે આ બધુ વધારે સમજાય રહ્યુ છે. એ જ લાગણી અનુભવી રહી છુ જે કોયલીથી અહી આવી ત્યારે અનુભવી હતી. 21 વર્ષની જીન્દગીમા આવુ કયારેય નથી અનુભવ્યુ. વિરહની વેદના કોને કહેવાય તે મમ્મી ગયા પછી વધુ અનુભવાય રહ્યુ છે. અહીયા આવ્યા પછી મમ્મીના રોજબરોજના ત્યાગનો નજીકથી અહેસાહ થયો. એક “નૂતન સખી”ના સાક્ષાત દર્શન કર્રી શકી હોય તો આ 78 દિવસમા. આ પહેલા મમ્મી મારા સખી જ હતા, પરંતુ અહીયા આવ્યા બાદ “નૂતન સખી”.

બહુ ફર્યા અને મજા કરી. વાત્સલ્યને માણ્યુ.  આનંદભર્યા વાતાવરણની વચ્ચે સમય ક્યા  પસાર થઇ ગયો તેની જાણ આજે થઇ. એક દિકરી તરીકે મારી લાગણી અલગ જ હોય તે સ્વાભાવિક છે, પરંતુ એવુ નથી મારી સાથે સાથે મારી સાથે રહેતા સાથીમિત્રોને પણ એક પ્રકારની લાગણી   બધાંય  ગઇ છે. આજકાલ તેઓ પણ એક પ્રકારનો ખાલીપો અનુભવી રહ્યા છે. આ બધુ ક્ષણિક હોય શકે, પરંતુ અમારા દરેક માટે આ 78  દિવસ અણમોલ હતા.  મમતાસભર ગોદ આગળ અહીયાના દરેક વૈભવો તુચ્છ જ લાગવાના અને લાગ્યા.

આજથી ફરીથી એ જ પ્રોફેશનલ લાઇફ ચાલુ થઇ અને હુ ફરીથી એક વર્ષમાથી એકવીસ વર્ષની બની.  મા વિશે ગમે તેટલુ લખીશ કે આ રીતેનો નિષ્ફળ પ્રયત્ન કરતી રહીશ, તેમ છતા ઓછુ જ પડવાનુ.

Miss u mom …. We all r missing u so much ! Love u !

Read Full Post »