Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2014

આજે નેટ સર્ફિંગ દરમ્યાન એક વિડીયો જડી આવ્યો. જોયો.. ! અદભૂત. આમ તો આ વિડિયો એડ  માટે બનાવવામાં આવ્યો છે પરંતુ જો એને કૈક અલગ રીતે જોવામાં આવે તો મારા વિચારોમાં હું નીચે મુજબનું તારણ કાઢી શકુ.

સગપણ

વિચાર આવ્યો કે આપણા સમાજ માં મોટા ભાગની સ્ત્રીની જિંદગી આમ જ પસાર થઇ જાય છે. એના સપના વિષે, એની ઈચ્છાઓ વિષે ખરા અર્થમાં કોઈ દરકાર કરે છે ખરું? કાયમ દિલથી જીવનારી અને સંવેદનાને સાથે લઇ ને ફરનારી સ્ત્રીની ખરા અર્થમાં આજે કેટલા પતિ કાળજી રાખે છે? આખો દિવસ થાકમાં લોથ પોથ થઇ ગયેલી સ્ત્રીને પૂછવામાં પણ નથી આવતું કે આજે એનો દિવસ કેવો રહ્યો, કેવી રીતે એને દિવસ પસાર કર્યો વગેરે! સ્ત્રીને માત્ર પત્ની તરીકે જોવામાં આવે છે એટલે કદાચ આમ બનતું હશે એમ હું માનું છુ, જો પત્નીને એક મિત્ર તરીકે પણ જોવામાં આવે તો આવા સવાલ થાય જ એમાં શંકાને સ્થાન નથી. સપ્તપદીના છેલ્લા ફેરામાં લીધેલા વચનને જો પાળવામાં આવે તો કદાચા આ વિડિયોમાં દર્શાવેલ “ઘટના” (અહિયા મને આ ઘટના જ લાગે છે…એ સિવાય કઈ નહિ) દરેક પત્ની સાથે બને. પણ આપણે તો જેમ જેમ લગ્ન જીવન પસાર થતું જાય એમ એમ વાસી થયેલા, ચુંથાઈ ગયેલા ફૂલ કે જુનું થયેલા , કાટ ચઢી ગયેલા કોઈ પાત્રની જેમ આપણા લગ્નજીવનને નિહાળતા હોઈએ છીએ. દરેક સાથે આમ નહિ જ બનતું હોઈ પણ એ સત્ય હકીકત દરેકે સ્વીકારવી પડશે કે લગ્ન પહેલા લાગતી ફિઆન્સ  અને લગ્ન પછી એ જ ફિઆન્સ પર જ્યારે પત્નીનું ટેગ લાગી જાય છે, એ બે માં બહુ મોટો ફરક છે. લગ્નજીવનના રોમાંચને અનુભવવું હોઈ તો આવી

ઉપરની આ વાતને બરાબર સમજવા અને તમારોસરવાળો તમારી જાતે જ માંડવા માટે નીચેનો વિડિયો નિહાળો. નાની બાબતોનું ધ્યાન રાખવું કે એ રીતે જીવવું બહુ જરૂરી

છે, રૂટિન લાઈફ્માથી સહેજ સાઈડમાં હટીને બંનેને એકબીજા સાથે થોડો સમય એકબીજા માટે કાઢવો ઘણો આવશ્યક છે. લોકો જીવે છે એમ જ જીવવું, લોકો કહે છે એમ જ રીતે જીવાઈ એ જરૂરી નથી જ . જો દરેક પતિ ક પત્ની એકબીજાની પસંદ-નાપસંદ નો સહેજ ખ્યાલ રાખીને, કાળજી રાખીને જીવે તો સોનામાં સુગંધ ભળે એમ લગ્નજીવન હરહંમેશ સુવાસિત રહે. મારું સદનસીબ છે કે મને આવા પતિ મળ્યા છે જેની પાસેથી મને કાયમ નાની મોટી સરપ્રાઈઝ મળતી રહે છે 🙂 સરપ્રાઈઝ મળે છે એ માટે નહિ પણ એક બીજાની સમજણ દ્વારા અમે બંને એકબીજાને પામી શક્યા છે, સમજી શક્યા છે, જાણી શક્યા છે.  આ પાછળના કારણમાં મને  સતત એમ લાગ્યા કરે છે કે અમે સપ્તપદીના છેલ્લા વચનને પાળવામાં-સમજવામાં  સફળ નીવડ્યા છે. મિત્રભાવ જાગે અને એ રીતે જીવવામાં આવે તો આ ખુબા જ સરળ છે અને શક્ય છે, બાકી તો જીવવા ખાતર જીવનારાની ને કાયમ ફરિયાદી જ બનનારાઓની સંખ્યા આપણા સમાજમાં ઓછી નથી.

http://www.sharedots.com/you-won-t-believe-what-he-did-for-his-wife-on-valentine-s-day-109.html

Advertisements

Read Full Post »